ખેડૂતોને જમીનના ધોવાણ સાથે બિયારણની નુકસાનીનું તાત્કાલિક સર્વે કરાવવામાં

કોડીનાર,તા.ર૩
તાજેતરમાં કોડીનાર તાલુકામાં થયેલ અતિભારે વરસાદના કારણે સમગ્ર તાલુકા તથા શહેરના અસરગ્રસ્ત લોકોને તેમજ ખેડૂતોને પોતાની જમીનોના ધોવાણ સાથે બિયારણને થયેલ નુકસાનીનું તાત્કાલિક અસરથી સર્વે કરાવી સહાય ચુકવવામાં આવે તેમજ કેશડોલ્સ વહેલાસર મળે તેવી માગણી સાથેનું આવેદનપત્ર કોડીનારના ધારાસભ્ય મોહનભાઈવાળા તથા પૂર્વ ધારાસભ્ય ધીરસિંહ બારડની આગેવાની હેઠળ કોડીનાર શહેર/તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને મામલતદાર કોડીનાર મારફત આપવામાં આવ્યું હતું જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ કૌશિક ઉપાધ્યાય તથા કોડીનાર કોંગ્રેસના આગેવાન કાર્યકરો જોડાયા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks