ધ્રોલના ખારવા અને મોટા વડાળામાં ઉગ્ર વિરોધ સાથે નર્મદા રથને અટકાવાયો

જામનગર, તા.૧ર
જામનગર અને દ્વારકા જિલ્લામાં નર્મદા રથનો કોંગ્રેસ અને પાટીદારો દ્વારા વિરોધ થઇ રહ્યો છે ત્યારે ધ્રોલ તાલુકાના ખારવા ગામમાં ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને મહિલાઓએ થાળી વગાડી ઉગ્ર વિરોધ કર્યો હતો. કાલાવડમાં પીવાના પાણી અંગે નર્મદા રથને અટકાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ બપોરે ૧ વાગ્યેે પહોંચનારો રથ ખારવા ગામે ૪ વાગ્યેે પહોંચ્યો હતો. અગાઉથી જ ધારાસભ્યના ગામ એવા ખારવામાં લોકો દ્વારા વિરોધ કરવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. પ્રાથમિક શાળાના દરવાજે થાળી અને ડબ્બા લઇને ઊભા રહી ગયા હતા અને થાળી-ડબ્બા વગાડી સૂત્રોચ્ચાર કર્યા હતા. એક સમયે ધારાસભ્ય ચાવડા વિરૂદ્ધ પોક મૂકીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આ ઘટના બનતા જ માહોલ તંગ બની ગયો હતો અને પોલીસે લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ લોકોએ ભારે સૂત્રોચ્ચાર કર્યોર્ હતો. ખારવા ગામના લોકોએ એવું પણ કહ્યું હતું કે, ખારવામાં નર્મદાનું પાણી મળતું નથી અને પીવાના પાણીનો પ્રશ્ન હજુ ઉકેલાયો નથી, ત્યારે મહિલાઓએ ઉગ્ર ઠાલવીને થાળી વગાડી હતી. બીજી તરફ રસ્તા બહાર પ્રાથમિક શાળા પાસે મામલતદાર સહિતના અધિકારીઓ તેમજ સરપંચ જેન્તીભાઇ, ભાજપના તાલુકા પ્રમુખ રાજભા જાડેજા સહિતના લોકોએ અને બાળાઓએ રથનું સ્વાગત કર્યું હતું. કાલાવડ તાલુકાના મોટાવડાળા ગામે ગઇકાલે રથ આવતા કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. ૩૩ ગામોને પીવાનું પાણી મળે છે. પરંતુ બાકીના ગામોને પીવાનું પાણી મળતું નથી તેમ જણાવીને નર્મદાનું પાણી ન મળતા વિરોધ દર્શાવ્યો હતો તેમજ લાઇટ કનેક્શન, ખેડૂતોને સબસિડી અને અન્ય પ્રશ્નો અંગે પણ માગણી કરવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકાના કોંગ્રેસ પ્રમુખ વસંતભાઇ શામજી, યુવરાજસિંહ જાડેજા, પ્રવિણભાઇ મુસડિયા સહિતના અગ્રણીઓએ વિરોધ દશાર્વ્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks