Gujarat

ગીર સોમનાથ જિલ્લાના પ૦ ટકા વિદ્યાર્થીઓ એક વર્ષ સુધી બી.એડ.ની ડિગ્રીથી વંચિત રહેશે

કોડિનાર, તા. ૩૧
નરસિંહ મહેતા યુનિ. દ્વારા બી.એડ.માં એડમીશન બંધ કરાતાં ગીર-સોમનાથ જિલ્લાના પ૦ % છાત્રો ૧ વર્ષ સુધી બી.એડ.ની ડિગ્રીથી વંચિત રહેતા છાત્રોમાં રોષની લાગણી ફેલાઈ છે.
આ બાબતે ગીર-સોમનાથના વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવ્યા મુજબ ભક્ત કવી નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં બીએડની એડમીશન પ્રક્રિયા મોડી ચાલુ કરીને ઝડપથી બંધ થવાના આરે હોઈ ગીર-સોમનાથ જિલ્લાનાં પ૦ % જેટલા છાત્રો એડમીશન પ્રક્રિયામાં બાકી રહી ગયા છે. ત્યારે સમગ્ર ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં બીએડ કોલેજોની અંદર નિયત વિષયોના વિદ્યાૃથીઓની સંખ્યા ભરાયા બાદ ખાલી પડેલી વિષયની સીટોમાં વિષય કન્વર્ટ કરી અપાઈ છે. જ્યારે ભક્ત કવી નરસિંહ મહેતા યુનિ. દ્વારા પોતાની યુનિ.માં સાયન્સના વિષયોની સીટો ભરાયા બાદ બાકી રહેલી વિષયોની સીટોમાં વિષય કન્વર્ટ ન કરતાં છાત્રોનું મહામૂલ્ય ૧ વર્ષ બગડતા તેમનાં ભાવિ ઉપર ખતરો મંડાયો છે. ત્યારે વર્ષ ૧૮/૧૯માં વિષય કન્વર્ટના વાંકે પ્રવેશથી વંચિત રહી ગયેલા અને પ્રવેશ ફોર્મ ભર્યાની સમય મર્યાદા ચૂકી ગયેલા વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે અને તેમને એડમીશન મળે તેવી વ્યવસ્થા કરવા શિક્ષણમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
૪પ૦ બહેનો પ્રવેશથી વંચિત
બીએડના સાયન્સના વિષયોમાં ફક્ત ૩૬૦ વિદ્યાર્થીઓને એડમીશન મળ્યા છે જ્યારે ૭પ૦ વિદ્યાર્થીઓ એડમીશન વગર રહી ગયા છે અને અન્ય ભાષામાં એડમીશન માટે ૩પ૦ વિદ્યાર્થીઓ ફોર્મ ભરવાથી વંચિત રહી ગયા છે. સાયન્સમાં એડમીશનથી વંચિત ૭પ૦માંથી ૪પ૦ તો બહેનો જ બાકી રહી ગઈ છે ત્યારે એક તરફ સરકાર “બેટી બચાવો બેટી પઢાવો”ના નારા લગાવે છે ત્યારે ૪પ૦ જેટલી બહેનો પ્રવેશથી વંચિત રહી ગઈ હોય તેને એડમીશન અપાવી “બેટી બચાવો બેટી પઢાવો”નું સુત્ર સાર્થક કરવા વિદ્યાર્થિનીઓ દ્વારા ભક્ત કવી નરસિંહ મહેતા યુનિ.ના કુલપતિને રજૂઆત કરવામાં આવી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.