(એજન્સી) તા. ૧૯
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંઘે કહ્યું છે કે, પડકારોને ઝીલી લેવા તે તેમની આદત છે. તેથી કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી જે બેઠક પરથી તેમને લડવા માટે કહેશે તે બેઠક પર તેઓ લડશે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે દિગ્વિજય સિંઘને મુશ્કેલ બેઠક પરથી ચૂંટણી લડવા કહ્યું હતું. મધ્યપ્રદેશમાં કોંગ્રેસની આંતરિક લડાઈ ચૂંટણી પર અસર કરશે તેવો ઘણા નેતાઓ ભય સેવી રહ્યા છે. દિગ્વિજય સિંઘે કહ્યું કે, ૧૯૭૭માં જનતા પાર્ટીના વાવાઝોડામાં પણ તેઓ રાધોગઢથી જીત્યા હતા.
એવું ટ્વીટ કરી દિગ્વિજય સિંઘે કહ્યું કે, મારે ક્યાંથી ચૂંટણી લડવી તે રાહુલ ગાંધી નક્કી કરશે. કમલનાથે તેમને લોકસભાની ચૂંટણી લડવા માટે સશક્ત બતાવ્યા તે બદલ તેઓનો આભાર. ત્રણ દાયકાથી કોંગ્રેસ ભોપાલ, ઇન્દોર, વિદીશા બેઠકો જીતી શકી નથી. ૧૯૯૧થી ઇન્દોર બેઠક પર સુમિત્રા મહાજન જીતી રહ્યા છે. દિગ્વિજય સિંઘ રાજગઢથી ચૂંટણી લડવા વિચારી રહ્યા છે. મધ્યપ્રદેશમાં ર૮ લોકસભા બેઠકો છે. ભાજપે ર૦૧૪માં ર૭ બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસે માત્ર બે જીતી હતી.