(એજન્સી) તા.૧પ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંઘે કહ્યું હતું કે, જ્યારે મુઘલ યુગમાં હિન્દુઓ અસુરક્ષિત ન હતા તો પછી જ્યારે દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ હિન્દુ હોય તો તે સમુદાય કેવી રીતે અસુરક્ષિત હોઈ શકે. તેમણે કહ્યું હતું કે, કેટલાક નેતાઓ અમેરિકા જઈને કહે છે કે, હિન્દુ ધર્મ ખતરામાં છે. જ્યારે પ૦૦ વર્ષથી મુઘલ યુગમાં હિન્દુઓ અસુરક્ષિત ન હતા તો પછી જ્યારે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ બંને હિન્દુ હોય તો હિન્દુ ધર્મ કેવી રીતે ખતરામાં હોઈ શકે. તેઓ સત્તામાં હોવા છતાં જો હિન્દુ ધર્મ ખતરામાં હોય તો પછી તેઓ ઢોંગી છે. ભાજપ પર પ્રહાર કરતાં દિગ્વિજયસિંઘે કહ્યું હતું કે, ભગવા પાર્ટી અયોધ્યામાં રામમંદિરના નિર્માણ વિશે વિવાદ ઊભો કરવા માંગે છે. પરંતુ ભગવાન રામ પોતે આ ઈચ્છતા નથી કે, વિવાદિત સ્થળ પર મંદિર બને. તેમણે કહ્યું હતું કે, આ વિચિત્ર બાબત છે કે, ફક્ત ચૂંટણી દરમિયાન જ અયોધ્યામાં રામમંદિરના નિર્માણનો મુદ્દો ઊભો થાય છે. રામમંદિરના નિર્માણ સામે કોઈ વાંધો નથી, આપણે બધા તે ઈચ્છીએ છીએ પરંતુ ભગવાન રામ નથી ઈચ્છતા કે વિવાદિત સ્થળ પર મંદિર બને.