ભાજપનો એજન્ટ નથી, મોદી-શાહનો સૌથી મોટો વિરોધી છું : દિગ્વિજય સિંહ

(એજન્સી) ભોપાલ,તા.૪
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે બસપાના અધ્યક્ષ માયાવતીએ તેમની પર લગાવેલા આરોપોને ફગાવી દીધા છે. દિગ્વિજયસિંહે કહ્યું કે હું માયાવતીનું સન્માન કરૂં છું હું કોંગ્રેસ અને BSPના ગઠબંધનનો સમર્થક છું. છત્તીસગઢમાં ગઠબંધનને લઈને વાત થઈ રહી હતી પરંતુ માયાવતી આ માટે તૈયાર ના થયા. મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસ અને BSPની વચ્ચે ગઠબંધનને લઈને વાત થઈ રહી હતી પરંતુ મધ્યપ્રદેશમાં તેમણે ૨૨ સીટો પર તેમના ઉમેદવારની ઘોષણા કરી દીધી. BJPના એજન્ટ હોવાના આરોપ પર દિગ્વિજયસિંહે કહ્યું કે નરેન્દ્ર મોદી, અમિત શાહ, BJP અને RSSનો સૌથી મોટો આલોચક છું. રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ છે, અમે બધા તેમના આદેશોનું પાલન કરીશું. આ અગાઉ માયાવતીએ કહ્યું કે કોંગ્રેસ ઘમંડી થઈ ગઈ છે અને કોંગ્રેસને ગેરસમજ છે કે તે BJPને એકલા હાથે હરાવી દેશે. પરંતુ સત્ય એ છે કે લોકો કોંગ્રેસને તેમની ભૂલો અને ભષ્ટાચારના કારણે ભૂલ્યા નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts