Ahmedabad

દેશના પ૬ર પૈકીના છેલ્લા રજવાડા વાસંદાના મહારાજા દિગ્વિરેન્દ્રસિંહ સોલંકીનું નિધન

(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૩
મહારાજા ઓફ વાંસદા દિગ્વિરેન્દ્રસિંહનું ૯૪ વર્ષેની જૈફવયે આજે નિધન થતા વાસંદા પંથકમાં શોક વ્યાપી ગયો હતો. રાજા દિગ્વિરેન્દ્રસિંહએ વાપીની હરિયા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. દેશી રજવાડાએ સરદાર સાહેબને ભારત ગણસંઘમાં સામેલ થવાના ખત પર સહીઓ કરી તે પૈકી જોડાણખત પર સહી કરનાર એકમાત્ર જીવંત રાજા હતા. તેઓએ ૧૦મી જૂન ૧૯૪૮ના રોજ જોડાણખત પર સહી કરી હતી. દિગ્વિરેન્દ્રસિંહનો યુવા વયે રાજ્યાભિષેક થયો હતો. રજવાડુ હતું તેઓ પ્રજાવત્સલ રાજા હતા. રાજાશાહી દુષણ તેમને વળગેળા ન હતા સાદગીભર્યું સહજ જીવન તેમણે વિતાવ્યું હતું. સદ્‌ગત રાજા દિગ્વિરેન્દ્રસિંહજી રાયફલ શુટિંગ સહિત અનેક વિષયોમાં મહારત હાંસલ કરી હતી. મહારાજાએ વાસંદામાં હરણ અભ્યારણ્ય વિકસાવ્યું હતું. સોલંકી વંશના વાંસદા સ્ટેટના તેઓ ૨૨મા નરેશ હતા. વાસંદાથી ઉંમરગામ સુધી વાસંદા નરેશની આણ અને હાક આવતી હતી. મહારાજાના નિધનથી વાંસદામાં ગમગીની વ્યાપી ગઈ હતી. તેમની અંતિમવિધિ હજૂ સુધી જાહેર કરવામાં આવી નથી. આ અંતિમવિધિમાં ગુજરાત સરકાર સહિત અનેક મહાનુભાવો જોડાનાર હોવાનું જાણવા મળે છે.