દીકરા-દીકરીઓને સમાન હક મળે તે માટેનો પ્રયાસ કરવો આવશ્યક

લુણાવાડા, તા. ૩
રાજયમાં મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં પી.એન.પંડ્યા આર્ટસ એન્ડ કોર્મસ કોલેજ, લુણાવાડા ખાતે એન.ડી.એચ.ઓ.સુરત શ્રી ડો.એમ.એમ.લાખાણીની અધ્યક્ષતામાં “બેટી બચાવો બેટી પઢાઓ” અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ડૉ. લાખાણીએ જણાવ્યું હતું કે, સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં દિકરીઓને ઉચ્ચ શિક્ષણ આપી તેઓ સમાજમાં આગળ વધે તે માટે નારી શક્તિને વર્ણવતા લીંગભેદને નાબૂદ કરવાના વિચારને માતાઓએ મજબૂત કરવો પડશે તેમ જણાવી પોતાની દિકરીઓમાં યોગ્ય અને ઉચ્ચ સંસ્કારનું સિંચન કરી સમાજ વ્યવસ્થામાં બદલાવ લાવવા દિકરા-દિકરીઓને સમાન હક્ક મળે તે માટે ઉપસ્થિત મહિલાઓને અનુરોધ કર્યો હતો.
ઈ/ચા.એ.ડી.એચ.ઓ (ક્યુ.એમ.ઓ) ડૉ. બિરેન્દ્રસિંહ, ડી.એસ.આઇ. પી.કે.શાહ તેમજ પી.એન.પંડ્યા કોલેજના પ્રિન્સીપાલ ડૉ. જિજ્ઞેશભાઇ સેવકે પણ સરકારની વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કરી દિકરીઓને સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે સદ્ધર કરવા માટે તેમજ તેમના મોભાની જાળવણી અને તેમની સ્વનિર્ભરતા જેવા આનુસંગિક વિષયો પર વિશેષ માહિતી આપી મહિલાઓને સશક્ત થવા જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા ક્ષય અધિકારી, જિલ્લા આર.સી.એચ, તાલુકા હેલ્થ ઓફીસર, જિલ્લા આઇ.ઇ.સી. અધિકારી, પી.એન.ડી.ટી તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ સહિત જિલ્લામાંથી મોટી સંખ્યામાં મહિલાઓ અને કોલેજની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks