અમરેલી, તા.ર૧
આ વર્ષે સારો અને જરૂરિયાત મુજબ વરસી રહેલ વરસાદને કારણે શીંગ અને કપાસનું મબલખ ઉત્પાદન થનાર હોઈ, સરકારી સંસ્થા દ્વારા ખેત જણસની ખરીદી સાથે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટેની મહત્ત્વપૂર્ણ ચર્ચા નાફેડના વાઈસ ચેરમેન, ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરી હતી.
મોટા પ્રમાણમાં બજારમાં આવનાર શીંગ અને કપાસના ઉત્પાદનને સમયસર ખરીદવા અને ખેડૂતોને સંતોષકારક ભાવો મળી રહે તે દિશામાં દેશની સર્વોચ્ચ સહકારી સંસ્થાઓ નાફેડ અને ગુજકોમાસોલ કામ કરી રહી હોય તે અંગેની વિગતપૂર્ણ ચર્ચા-વિચારણા સંઘાણી-મોદી વચ્ચે કરવામાં આવી હતી આ તકે નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડા, એનસીયુઆઈના ડૉ. ચંદ્રપાલસિંહ અને નાફસ્કોબના પૂર્વ ચેરમેન ડૉ. બ્રિજેન્દ્રસિંહ યાદવ ઉપસ્થિત રહ્યા હતા.
Facebook
0
Twitter
0