International

અમેરિકાના નવા રાજદૂત બનશે ડિના પોવેલ…!!

(એજન્સી) વૉશિંગ્ટન, તા.૧૧
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે, સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત તરીકે નિક્કી હેલીનું સ્થાન લેવા માટે તેમના વિચારમાં પૂર્વ ઉપ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડિના પોવેલ સહિત પાંચ લોકોના નામ ધ્યાનમાં છે.આપને જણાવી દઈએ કે, ૪૬ વર્ષિય નિક્કી હેલીએ ગત રોજ જાહેરાત કરી હતી કે, તેઓ વર્ષ ૨૦૧૮ના અંતમાં સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂતના પદેથી રાજીનામું આપશે.
નિક્કી હેલીના રાજીનામાના અચાનક નિર્ણયથી વ્હાઈટ હાઉસના મોટાભાગના લોકો સ્તબ્ધ છે. કારણકે તેમના પદ છોડવાના વિચારનો કોઈને અણસાર સુદ્ધાં નહતો. હેલીએ ત્રણ ઓક્ટોબરે તેમનું રાજીનામું સોંપ્યું હતું. ટ્રમ્પે જણાવ્યું કે, હેલી તેમના ઉત્તરાધિકારીને શોધવામાં મદદ કરશે. માનવામાં આવી રહ્યું છે કે, આગામી બેથી ત્રણ સપ્તાહમાં ટ્રમ્પ હેલીના અનુગામીની નિમણૂંક કરી શકે છે.
પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે યાદીમાં સામેલ ફક્ત એક અધિકારીનું નામ લીધું હતું. તેમણે જણાવ્યું કે, પાંચ લોકોની યાદીમાં ડિના પોવેલનું નામ છે. ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું કે, અમારી પાસે બીજા પણ કેટલાંક નામ છે. નવા ચહેરાની પસંદગી કરવામાં નિક્કી હેલી અમારી મદદ કરશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    ઇઝરાયેલ ગાઝામાંકામચલાઉ યુદ્ધવિરામ કરાર ઇચ્છે છે : હમાસ અધિકારી

    (એજન્સી) તા.૧૬હમાસના રાજકીય બ્યુરોના…
    Read more
    International

    પેલેસ્ટીન માટે સહાય એકત્ર કરવા ભારતમાંકોઈ સંસ્થા સ્થપાઈ નથી : પેલેસ્ટીની દૂતાવાસ

    (એજન્સી) તા.૧૬નવી દિલ્હીમાં…
    Read more
    International

    ઇઝરાયેલ પર હુમલા પછી બાઇડેન ઇરાનની ઓઇલલાઇફલાઇનમાં ઘટાડો કરે તેવી શક્યતા નથી : અહેવાલ

    ગૃહમાં રિપબ્લિકન નેતાઓએ જાહેર કર્યું…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.