અમદાવાદ, તા. ૩૦
શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા પ્રેરણાતીર્થ દેરાસર પાસે આજે સીએમ આવાસની કન્સ્ટ્રકશન સાઇટની દિવાલ ધરાશાયી થઇ હતી. જેના કારણે ત્યાં પાર્ક કરેલી કાર નીચે પટકાતાં બુકડો બોલી ગઈ હતી અને દબાઇ હતી. ઉલ્લેખનીય છે કે જ્યાં મુખ્યમંત્રી આવાસની સ્કિમનું બાંધકામ ચાલી રહ્યું છે ત્યાં પહેલા તબક્કામાં અમુક ફ્લેટ બની ગયા છે. દીવાલ ધરાશયી થયાની ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ અને સત્તાધીશો ત્યાં દોડી ગયા હતા. આ સમગ્ર બનાવમાં કોઇને પણ ઇજા પહોંચી નથી. આ બનાવની જાણ થતાં કન્સ્ટ્રકશન સાઇટ પર આ બનાવ માટે કયું કારણ જવાબદાર છે, તે જાણવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
Facebook
0
Twitter
0