ગાંધીનગર, તા.૧૮
ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલીએ પ્રકાશપર્વ દીપાવલી અને નૂતન વર્ષના પાવન અવસરે રાજ્યના પ્રજાજનોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. તેમના શુભકામના સંદેશામાં જણાવ્યું છે કે પ્રકાશના પાવન પર્વે ગુજરાતની પ્રજાજનોનું જીવન સુખ-શાંતિમય અને સમૃદ્ધ બની રહે તેવી હું મંગલ કામના કરું છું.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના સૌ નાગરિકોને દિવાળી અને નૂતન વર્ષના પર્વની શુભકામનાઓ પાઠવી છે. સાથે જ સૌ નાગરિક ભાઈ-બહેનો માટે અવવારૂં નૂતન વર્ષ પ્રકાશ પર્વ અને સપનાઓ પરિપૂર્ણ કરનારૂં આનંદ-ઉમંગ પર્વ બને તેવી મંગલકામનાઓ પાઠવી છે.
દિવાળીના તહેવાર સૌના માટે ઉત્સાહ અને પ્રેરણા સાથે આશા-ઉમંગથી જોડાયેલા છે. ત્યારે નવસર્જન ગુજરાતના નારા સાથે “ખુશ રહે ગુજરાત”ની શુભેચ્છા-શુભકામના પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા મોહનસિંહ રાઠવાએ ગુજરાતના સૌ નાગરિકોને દીપાવલીની હાર્દિક શુભકામનાઓ.. સાથો સાથ નવું વર્ષ તમામ ભાઈ-બહેનોને સુખમય, શાંતિમય અને સમૃદ્ધિમય રહે. સૌ ગુજરાતીઓ સાથે મળીને “નવસર્જન ગુજરાત”ને સાકાર કરવા ભાગીદાર બને એમ જણાવ્યું હતું.