અમદાવાદ, તા.૧૭
દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેડિકલ એસોસિએશન (એએમએ) અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન (એએફપીએ) દ્વારા સતત આઠમાં વર્ષે દર્દીઓ માટે તા.૧૯ ઓક્ટોબરથી તા.ર૩ ઓક્ટોબર ર૦૧૭ દરમિયાન ડૉક્ટર ઓન કોલની સેવા રજૂ કરવામાં આવી છે. દર્દીઓ માટે અસરકારક પુરવાર થયેલી આ સેવામાં બન્ને એસોસિએશન દ્વારા ઈએમઆરઆઈ ૧૦૮ અને હોસ્પિટલો સાથે પણ સરળ સંકલન સાધવામાં આવ્યું છે. એએમએ દ્વારા આ ઉપરાંત દિવાળીના તહેવારોમાં કાર્યરત ડૉક્ટરોનું વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે અને ડૉક્ટરોની યાદી તેમજ એરિયા કો-ઓર્ડિનેટરોના નંબરો પણ પૂરા પાડવામાં આવ્યા છે. આ અંગે વધુ માહિતી આપતા અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડૉ.જયેશ સચદેએ જણાવ્યુંં કે, દિવાળીના તહેવારોમાં મર્યાદિત ડૉક્ટરો ઉપલબ્ધ હોવાને લીધે દર્દીઓએ ઘણું સહન કરવું પડતું હોય છે. દર્દીઓને અગવડો ના પડે અને સમાજને મદદરૂપ થવાય તેવી ભાવનાથી અમદાવાદ મેડિકલ એસોસિએશન (એએમએ) અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન (એએફપીએ) દ્વારા છેલ્લા આઠ વર્ષથી ડૉક્ટર ઓન કોલ દિવાળી સેવાનું આયોજન કરવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ વર્ષે સ્વાઈન ફ્લૂ, ચીકનગુનિયા, મેલેરિયા, ડેન્ગ્યુ વગેરે જેવા રોગોના દર્દીઓની સંખ્યામાં ઘણો વધારો નોંધાયો છે. ડૉક્ટર ઓન કોલ દિવાળી સેવાઓ માટે અમે સ્પેશિયાલિટી અનુસાર હેલ્પલાઈન નંબરો બનાવ્યા છે. જેના આધારે મદદ મળી રહે છે અને નજીકના વિસ્તારમાં કયા ડૉક્ટર ઉપલબ્ધ છે તેની જાણકારી મળે છે. ડૉક્ટર ઓન કોલ દિવાળીના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર ડૉ.પ્રજ્ઞેશ વછરાજાનીએ જણાવ્યું હતું કે, એએમએ દ્વારા ટેકનોલોજીનો પણ પૂરો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અંગેની વિગતો ુુુ.ટ્ઠરદ્બીઙ્ઘટ્ઠહ્વટ્ઠઙ્ઘદ્બીઙ્ઘૈષ્ઠટ્ઠઙ્મટ્ઠજર્જષ્ઠૈટ્ઠર્ંૈહ.ર્ષ્ઠદ્બ અને અમદાવાદ મેડિકલ એસોસિએશનના ફેસબુક પેજ પર ઉપલબ્ધ છે. નોન ઈમરજન્સી કેસોમાં દર્દીઓ વોટ્સએપના માધ્યમ દ્વારા ડૉક્ટરને પોતાની કવેરી મોકલાવી શકે છે.