ધોળકા નગરપાલિકામાં જુદી-જુદી સમિતિઓના ચેરમેનોની નિમણૂક

(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા.૧૭
ધોળકા નગરપાલિકાના કારોબારી ચેરમેન તથા વિવિધ કમિટીઓની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં આજે નવા કારોબારી ચેરમેન અને વિવિધ કમિટીઓના ચેરમેન અને સભ્યોની નિમણૂક સર્વાનુમતે કરવામાં આવી હતી. આ પ્રસંગે મહેન્દ્રસિંહ મંડોરા, રાજુભાઈ મેયર, નવીનભાઈ ચૌહાણ, જે.ડી. પટેલ, મિનેશભાઈ ઠક્કર, મિનેશભાઈ પટેલ સહિત ભાજપના અગ્રણીઓ અને ચૂંટાયેલા સદસ્યો હાજર રહ્યા હતા. ચીફ ઓફિસર એસ.કે. કટારા, પાલિકા, પ્રમુખ ભરતભાઈ પટેલ, પૂર્વ કા.બા. ચેરમેન સંજય પટેલની ઉપસ્થિતિમાં નવા કારોબારી ચેરમેન તરીકે જનકભાઈ કાછિયા પટેલની સર્વાનુમતે પાર્ટીના આદેશ મુજબ વરણી કરવામાં આવી હતી. વિવિધ સમિતિઓના ચેરમેનની પણ નિમણૂક કરવામાં આવી હતી. જેમાં આયોજન સમિતિના ચેરમેન તરીકે કિંજલબેન જોષી, બાગ બગીચા સમિતિમાં ભારતીબેન ચુનારા, દબાણ સમિતિમાં રાજેશભાઈ ઠાકોર, સિટી સર્વે સમિતિમાં વર્ષાબેન રાણા, હેરીટેજ સમિતિમાં ગીતાબેન ધોળકિયા, કતલખાના સમિતિમાં હિનાબેન રાધનપુરી, લાઈબ્રેરી સમિતિમાં રેણુકાબેન પટેલ, ટ્રાન્સપોર્ટ સમિતિમાં કનુભાઈ પરમાર, જી.કે. હેલ્થ સમિતિમાં અલ્પેશભાઈ ઠાકોર, ગુમાસ્તાધારા સમિતિમાં નર્મદાબેન ઠાકોર, લાઈટ સમિતિમાં રોહનભાઈ રબારી, વોટરવર્કસ સમિતિમાં નટવરભાઈ રાણા, બાંધકામ સમિતિમાં જયેશકુમાર ત્રિવેદી, શહેરી વિકાસ સમિતિમાં ભારતીબેન સોલંકી (ઠાકોર), સેનેટરી સમિતિમાં અશોકભાઈ મકવાણા, ડ્રેનેજ સમિતિમાં અરૂણાબેન બારોટ, રોડ સમિતિમાં રતનબેન રાઠોડ, પસંદગી સમિતિમાં કનુભાઈ પરમાર, સંતોકબા હોસ્પિટલ સમિતિ સભ્ય તરીકે ભરતભાઈ પટેલ, એ.પી.એમ.સી.ના સભ્ય તરીકે મહેન્દ્રસિંહ જાદવ તથા પક્ષના નેતા તરીકે કિંજલબેન જોષી તથા દંડક તરીકે કનુભાઈ પરમારની નિમણૂક કરવામાં આવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks