શું તમે ભારત-પાકિસ્તાનને ઈઝરાયેલ-પેલેસ્ટાઈન બનાવવા માંગો છો ?

ઓમપુરી વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધાયો

(એજન્સી)             નવી દિલ્હી, તા.૪

ભારતીય સૈનિકોની મજાક ઉડાવવા બદલ મંગળવારે પૂર્વ અભિનેતા ઓમપુરી વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધાયો હતો. ઉરી આતંકી હુમલા બાદ જ્યાં સમગ્ર ભારત પાડોશી દેશ પાકિસ્તાન માટે ભડક્યું છે ત્યાં બીજીબાજુ પાકિસ્તાની કલાકારો માટે બોલિવૂડમાં ભાગ પડી ગયા છે. સઈદ, લખવી અને મસૂદની જગ્યા હવે સલમાન, મહેશ, કરણે લીધી છે. સલીમખાન હિન્દી સિનેમાના ચર્ચિત ચરિત્ર ઓમપુરીએ હમ પૂછેંગે મેં કાર્યક્રમમાં ભારતના શહીદ નીતિનકુમાર પર વિવાદિત નિવેદન આપી કહ્યું કે તેમને કોણે કહ્યું હતું કે તે સેનામાં જોડાવો ?

શું દેશમાં ૧પ-ર૦ લોકો એવા છે જેમને માનવ બોમ્બ બનાવી પાકિસ્તાન મોકલી શકાય ? તેમણે કહ્યું કે કોણ જબરજસ્તીથી લોકોને સેવામાં જોડાવા કહી રહ્યું છે. રહી વાત પાકિસ્તાની કલાકારોની તો સરકારે પાકિસ્તાની કલાકારોના વિઝા રદ કરી દેવા જોઈએ. એમાં આટલો ઉધમ કેમ મચાવ્યો છે. વધુમાં ઓમપુરીએ જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાનને ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન ન બનાવે. દેશમાં કરોડો મુસ્લિમ રહે છે તેમને ભડકાવશો નહીં. ઓમપુરીના આ નિવેદન બાદ સોશ્યલ મીડિયા પર ખળભળાટ મચી ગયો હતો. લોકો તેમની ટીકા કરી રહ્યા હતા. મહાન કલાકાર અનુપમ ખૈરે પણ ઓમપુરીના નિવેદન પર ટીકા કરી દુઃખ વ્યક્ત કર્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks