સુરત ખાતે યોજાયેલ ઉમદા મેડિકલ ર૦૧૮માં ૩૦૦થી વધુ ડૉક્ટરોએ ભાગ લીધો

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩
શહેરના રિંગરોડ ખાતે આવેલા એપીએમસી માર્કેટના કૃષિ બજારના ઓડિટોરીયમ ખાતે ઉમદા મેડિકલ ર૦૧૮નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી જનરલ પ્રેકટીશનર, સ્પેશીયાલીસ્ટ, સુપર સ્પેશીયાલીસ્ટ, ડેન્ટીસ્ટ, ફિઝોયોથેરાપીસ્ટ મળી ૩૦૦થી વધુ ડોક્ટરોએ હાજરી આપી હતી. કોન્ફરન્સના મુખ્ય અતિતી તરીકે મહારાષ્ટ્રના ૯૩ શૈક્ષણિક સંસ્થાનો અને આશરે ૧.૧ વિદ્યાર્થીઓ ધરાવતા ખ્યાતનામ ટ્રસ્ટ અંજુમને ઇસ્લામના ચેરમેન ડો.ઝહિર કાઝીએ ઉપસ્થિત રહી પ્રોત્સાહન પુરુ પાડ્યું હતું. ડો.અશરફ માસ્ટરે આવકાર પ્રવચન કર્યું હતું. કોન્ફરન્સમાં ડો.ઇરફાન મોમીન, ડો.અલ્તાફ એહમદ (બેંગ્લોર), મૌલાના ઇકબાલ ટંકારવી (દારુલ ઉલુમ માટલીવાલા), ડો.આસીફ રહીમ (કાર્ડીયોલોજીસ્ટ), ડો.તહુરા મીર (ટ્રાઇસ્ટાર હોસ્પિટલ), ડો.સમશુદ્દીન (બીજાપુર), મુફતી ફારુક (જામિઆ અકકલકુવ), અને ડો.સાદિક શેખે આઇ.સી.યુ., વેન્ટીલેટર સપોર્ટ, બ્લડ ડોનેશન, ઓર્ગન ડોનેશન, સરોગેટ મધરહુડ, મેડીકોલીગલ ઇસ્યુઝ, મેડીકલેમ જેવા વિષયો ઉપર તેમના વકતવ્યો રજૂ કર્યા હતા. કોન્ફરન્માં ગુજરાત સરકારના વેકસીનેશન ડિપાર્ટમેન્ટના ડો.જાની અને તેમની ટીમ દ્વારા એમ.આર.વેકશીન અંગે લોકોની ગેરસમજ દુર કરવા અને રસીકરણના સરકારના મૌજુદા ભવિષ્યમાં જોડાવા આહવાન કર્યું હતું. કોન્ફરન્સમાં તબીબી અભ્યાસમાં સફળ રહેનાર વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ડો.યુસુફ શેખે આભાર વિધી કરી હતી, એક દિવસીય કોન્ફરન્સને સફળ બનાવવા ઉમદાની એકઝીક્યુટીવ કમિટીના સભ્યોે જહેમત ઉઠાવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks