(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૮
કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ એનએમસી (નેશનલ મેડિકલ કમિશન) બિલના વિરોધમાં આજે દેશભરના ડોક્ટરો એક દિવસની હડતાળ પર ઉતર્યા છે. આઈએએમએ સુરત દ્વારા નાનપુરા ખાતે જીવનભારતી સ્કૂલમાં મીટિંગ યોજી બિલને વખોડી કાઢી જા આ અંગે કોઈ પગલા નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી આજે વહેલી સવારથી સાંજ સુધી એક દિવસ માટે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ)ના નેજા હેઠળ સમગ્ર દેશના તબીબો હડતાળ ઉપર ઉતર્યા હતા. ઈમરજન્સી સેવા સિવાય તમામ કામગીરીથી ડોક્ટરો અગળા રહીને કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ એનએમસી (નેશનલ મેડિકલ કમિશન) બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો. આઈએમએ સુરત બ્રાન્ચના પ્રમુખ ડો. નીતિન ગર્ગ તેમજ મંત્રી ડો. હિરલ શાહની આગેવાની હેઠળ શહેરના તમામ ડોક્ટરો દ્વાર આજે એક દિવસ માટે હડતાળમાં જાડાયા હતા. સુરત આશરે ૨૮૦૦ જેટલા તબીબો હડતાળમાં જાડાતા આરોગ્યલક્ષી સેવાને અસર થઈ હતી. નાનપુરા ખાતે સવારે ૯ કલાકે ડોક્ટરોની મીટિંગ મળી હતી જેમાં તબીબોએ એક સૂરે નેશનલ મેડિકલ કમિશન બિલને વખોડી કાઢી આ આ અંગે કોઈ પગલા નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.