સુરત, તા.૫
કતારગામ અને રાંદેર વચ્ચે તાપી નદીમાં નવ જેટલા કૂતરાઓ ફસાઈ ગયા હોવાની જાણ થતા ફાયર વિભાગનો કાફલો દોડી ગયો હતો અને કૂતરાઓનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ફાયર ઓફિસર વસંત સૂર્યવંશીએ જણાવ્યું હતું કે, કતારગામ રાંદરેને જોડતા તાપી નદી પરના બ્રિજ પરથી લોકોએ કૂતરા ફસાયા હોવાનું જણાયું હતું. ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. મોરા ભાગળ ફાયર ટીમના ૫ જવાનોને હાલ તાપીના પાણીમાં ઉતારવામાં આવ્યા હતા. તેમજ અડાજણ ફાયર સ્ટેશન પાસેથી બોટની મદદ માંગી છે અને તાપી નદીના પાણીમાં ફસાયેલા ૯ કૂતરાઓને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
Facebook
0
Twitter
0