National

ડોલર સામે રૂપિયો ૭૩.૩૪ની ઐતિહાસિક નીચી સપાટીએ

(એજન્સી) નવી દિલ્હી,તા.૩
ભારતીય રૂપિયામાં ઘટાડાનો દોર સમાપ્ત થવાનું નામ નથી લેતો. ગઈકાલે બજાર બંધ રહ્યા બાદ આજે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. અત્યારે રૂપિયો ડોલરના મુકાબલે ૭૩.૩૪ ઉપર ટ્રેડ કરી રહ્યો હતો. અત્રે નોંધનીય છે કે, રૂપિયો પહેલીવાર ૭૩ની સપાટી પાર કરી ગયો છે. રૂપિયામાં આ ઘટાડાનું મુખ્ય કારણ ક્રૂડ ઓઈલના વધતા ભાવને ગણવામાં આવે છે. ઘટતા રૂપિયાની અસર શેરબજાર પર પડી છે. આ લખાય છે ત્યારે સેન્સેકસ ૨૭૪ પોઈન્ટ ઘટીને ૩૬૨૫૧ અને નિફટી ૯૭ પોઈન્ટ ઘટીને ૧૦૯૧૦ ઉપર ટ્રેડ કર્યું હતું. ડોલર સામે રૂપિયો તૂટતાં હવે મોંઘવારીનો રાક્ષસ બિહામણી રીતે ધૂણે તેવી શકયતા છે.
રૂપિયો સોમવારે ૭૨.૯૧ ઉપર બંધ થયો હતો. ગાંધી જયંતિના કારણે કરન્સી માર્કેટ બંધ હતી. આજે ડોલરના મુકાબલે રૂપિયો ૩૩ પૈસાના ઘટાડા સાથે ૭૩.૨૪ પર ખૂલ્યો હતો જે અત્યાર સુધીનું સૌથી નિચલુ સ્તર છે. આ લખાય છે ત્યારે ડોલર સામે રૂપિયો ૭૩.૩૪ ઉપર ટ્રેડ કર્યો હતો.
રૂપિયો ૭૩ની ઉપર ચાલ્યો જતા હવે મોંઘવારી વધશે. ક્રૂડના ભાવ વધવા, ટ્રેડ વોર, ચાલુ ખાતાની ખાધ વધવાની આશંકા, ડોલરમાં મજબૂતી, ઘરેલુ સ્તર પર નિકાસ ઘટવા જેવી બાબતોને કારણે રૂપિયો સતત દબાણમાં રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ સતત વધી રહ્યા છે. ક્રૂડ ૮૫ ડોલરને પાર કરી ગયું છે. આવતા દિવસોમાં ડોલરના મુકાબલે રૂપિયો ૭૫ ડોલરનું સ્તર સ્પર્શ કરે તેવી શકયતા છે.
ડોલરના મુકાબલે રૂપિયામાં નરમાશ અને ક્રૂડ મોંઘું થતાં ઘરના બજેટમાં ૧૦થી ૧૫ ટકાનો વધારો થયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા ચીજવસ્તુઓ ધીમે ધીમે મોંઘી થવા લાગી છે. બટાકા, ડુંગળી અને લીલા શાકભાજીના ભાવ ૩૦ ટકા વધી ગયા છે. ડીઝલ મોંઘું થતા તમામ વસ્તુઓના ભાવ વધશે. અનાજથી માંડીને સાબુ, શેમ્પુ સહિતની રોજબરોજની ચીજવસ્તુઓ પણ મોંઘી થશે. ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતા તમામ વસ્તુઓના ભાવ ભડકે બળશે. રૂપિયામાં ઘટાડાના કારણે કાર કંપનીઓ ભાવ વધારવા વિચારી રહી છે. આ વર્ષે રૂપિયામાં લગભગ ૧૪ ટકાનો ઘટાડો નોંધાયો છે.

ડોલર સામે રૂપિયો નીચલા સ્તરે, મોદી
સરકારનું કાઉન્ટ ડાઉન શરૂ : કોંગ્રેસ

ડોલર સામે રૂપિયાની કિંમત અત્યાર સુધીના નીચલા સ્તરે પહોંચી ગઈ છે. ૩૩ પૈસાના ઘટાડા સાથે રૂપિયાની કિંમત એક ડોલર સામે ૭૩.૨૪ના આંકડા સુધી પહોંચી ગઈ છે. સોમવારે રૂપિયાની કિંમત ૭૨.૯૧ હતી. રૂપિયાની આ સ્થિતિ પર કોંગ્રેસે બુધવારે મોદી સરકાર પર પ્રહાર કરતા દાવો કર્યો કે આ સરકારનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. કોંગ્રેસના મુખ્ય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ ટ્‌વીટ કરીને કહ્યું કે મોદીજીને રૂપિયામાં ઘટાડા સાથે કાંઈ લેવા દેવા નથી, મોદીજીને મોંઘા તેલથી કાંઈ લેવા દેવા નથી, મોદીજીને ખેડૂતોના સંઘર્ષ સાથે કાંઈ લેવા દેવા નથી. લોકોને ઠગીને, પીએમ મોદીને સત્તાનું સુખ જોઈએ છે. સુરજેવાલાએ કહ્યું કે, પીએમ મોદીના સારા દિવસો, લોકોના ખરાબ દિવસો! મોદી સરકારનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

  મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
  Read more
  NationalPolitics

  દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

  કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
  Read more
  National

  અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

  એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.