(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૩૦
રાજ્ય સરકારે આ વર્ષે મેડિકલ – ડેન્ટલ અને આયુર્વેદિક, હોમિયોપેથી તથા નેચરોપેથીમાં પ્રવેશ માટે ફરજીયાત ડોમિશાઇલનો નિયમ કર્યો છે ત્યારે બોગસ ડોમિસાઇલ સર્ટીની ફરિયાદો બાદ હાઇકોર્ટના આદેશથી ત્રીજા તબક્કામાં બાકી રહેલા વિદ્યાર્થીઓનું વેરિફીકેશન આજથી સુરત ખાતે શરૂ થયું છે. સુરતમાં ત્રીજા તબક્કામાં ૭૦૦થી વધુ ડોમિસાઇલ સર્ટીની આજથી તપાસ શરૂ કરવામાં આવ્યા હતા.
ધોરણ ૧૨ સાયન્સ પછીના નીટ પરિણામ આધારીત મેડિકલ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક સહિતના પાંચ કોર્સમાં પ્રવેશ માટે સરકારે આ વર્ષે ડોમિસાઇલ સર્ટીનો નિયમ ફરજિયાત કર્યો છે. પરંતુ અનેક વિદ્યાર્થીઓએ બોગસ સર્ટી મેળવી પ્રવેશ લીધા હોવાની ફરિયાદ બાદ રાજ્ય સરકારે તમામ જિલ્લામાં વેરિફીકેશન કમિટીઓ રચી છે. આ કમિટીઓ દ્વારા આ વર્ષે મેરિટમાં સમાવિષ્ટ ૨૦ હજાર વિદ્યાર્થીઓમાંથી પ્રથમ તબ્બકામાં મેડિકલ, ડેન્ટલ માટેના લાયક ૪૭૦૦ જેટલા વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ વેરિફીકેશન ખર્યા હતા ત્યારબાદ બીજા તબ્બકામાં પાંચ હજાર જેટલા વિદ્યાર્થીઓના ડોમિસાઇલ વેરિફીકેશ કરાયા હતા. આ દરમિયાન હાઇકોર્ટના આદેશ અનુસાર તમામ વિદ્યાર્થીઓના ડોણિસાઇલ સર્ટી ચેક કરવવાના હોવાથી બાકી રહેલા ૧૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડોમિસાઇલ સર્ટી સહિતના ડોક્યુમેન્ટ ચેક કરાવવા સુચના અપાઇ છે. પ્રવેશ સમિતિ દ્વારા વેબસાઇટ પર મુકાયેલી સૂચના મુજબ હવે ત્રીજા તબક્કામાં ૧૧ હજારથી વધુ વિદ્યાર્થીઓએઅ ડોમિસાઇળ સર્ટી સહિતના ડોક્યુમેન્ટ જીલ્લાવરા રચાયેલી કમિટી સમક્ષ રૂબરૂ જઇને વેરિફાઇ કરાવવાના છે. સુરતમાં ૭૦૦થી વધુ ડોમિસાલ સર્ટીની આજથી નાગરીક સુવિધા કેન્દ્ર ખાતે તપાસણી શરૂ કરવામાં આવી હતી. જેમાં આજે પુણા મામલતદાર કચેરીના ડોમિસાઇલ સર્ટીની તપાસ શરૂ થઇ હતી. આજે પહેલા દિવસે માત્ર એક જ મામલદાર કચેરીની તપાસ થઇ હતી. જે વિદ્યાર્થીઓને વેરિફીકેશન કરવાનું અને જેઓને નથી કરાવવાનું તેવા વિદ્યાર્થીઓનું લિસ્ટ સમિતિ દ્વારા નામ, નંબર અને મેરિટ નંભર સાથનું લિસ્ટ વેબસાઇટ પર મુકવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓએ વેરિફીકેશન કરાવવાનું છે. તેવા વિદ્યાર્થીએ સમિતિની સૂચના મુજબ જિલ્લાવાર ડિસ્ટ્રીક્ટ વેરિફિકેશન કમિટી સમક્ષ જવાનું રહશે અને જે વિદ્યાર્થીઓ વેરિફિકેશન નહીં કરાવે તેના ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથીક તથા નેચરોપેથી સહિતના પ્રવેશ સમિતિ દ્વારા માન્ય નહીં કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.