International

સત્તાનો દુરૂપયોગ, સંસદની કામગીરીમાં અવરોધો ઊભા કરવા બદલ અમેરિકી હાઉસે ટ્રમ્પ સામે મહાભિયોગનો પ્રસ્તાવ પાસ કર્યો

(એજન્સી) વોશિંગ્ટન, તા. ૧૯
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે સત્તાનો દુરુપયોગ કરવા અને કોંગ્રેસ (અમેરિકી સંસદ)ની કામગીરીમાં અડચણ ઊભી કરવાના આરોપસર સંસદના હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ (પ્રતિનિધિ સભા)એ મહાભિયોગનો પ્રસ્તાવ પાસ કર્યો છે. સત્તાના દુરુપયોગ બદલ ટ્રમ્પને ઈમ્પીચ કરવા અંગેના મુદ્દે લેવાયેલા મતદાનમાં ૨૩૦ સભ્યોએ પ્રસ્તાવની તરફેણમાં મત આપ્યો હતો જ્યારે ૧૯૭ સભ્યોએ વિરુદ્ધમાં મત આપ્યો હતો. હવે ટ્રમ્પને ઉપલા ગૃહ સેનેટમાં મહાભિયોગ પ્રક્રિયાનો સામનો કરવો પડશે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ઇતિહાસમાં મહાભિયોગનો સામનો કરનારા ત્રીજા રાષ્ટ્રપતિ બની ગયા છે. હવે ટ્રમ્પને સત્તાથી દૂર કરવા માટે સેનેટમાં મહાભિયોગની પ્રક્રિયા ચાલશે. બીજો મુદ્દો હતો કોંગ્રેસની કામગીરીમાં અવરોધ પેદા કરવાનો. તેના પર થયેલા મતદાનમાં ૨૩૦ મત ટ્રમ્પની વિરુદ્ધમાં પડ્યા હતા અને ૧૯૭ એમની તરફેણમાં પડ્યા હતા. અમેરિકાના ઈતિહાસમાં ઈમ્પીચમેન્ટ એ સૌથી શરમજનક રાજકીય પ્રકરણ કહેવાય છે. ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ (ઈમ્પીચમેન્ટ) કાર્યવાહી ચલાવવી કે નહીં એ મુદ્દે પ્રતિનિધિ સભામાં મતદાન કરવામાં આવ્યું હતું. એમાં ડેમોક્રેટિક પક્ષના ૨૩૦ સભ્યોએ પ્રસ્તાવની તરફેણમાં મત આપ્યા હતા જ્યારે ૧૯૭ સભ્યોએ વિરુદ્ધમાં મત આપ્યા હતા. પ્રતિનિધિ સભામાં ડેમોક્રેટિક પાર્ટીની બહુમતી છે.
અમેરિકાના ઈતિહાસમાં હજી સુધી કોઈ પણ અમેરિકી પ્રમુખને મહાભિયોગની પ્રક્રિયા મારફત પ્રમુખપદેથી દૂર કરવામાં આવ્યા નથી. અત્યાર સુધીમાં માત્ર બે જ વખત પ્રમુખને મહાભિયોગનો સામનો કરવો પડ્યો છે. હવે આ પ્રસ્તાવ સેનેટમાં રજૂ કરવામાં આવશે.૧૦૦-સભ્યોની સેનેટમાં શાસક રિપબ્લિકન પાર્ટીની બહુમતી છે. રાજકીય સમીક્ષકોનું માનવું છે કે ઈમ્પીચમેન્ટ પ્રસ્તાવનો પરાજય થશે અને ડેમોક્રેટિક પાર્ટી કદાચ ટ્રમ્પને પ્રમુખપદેથી હટાવી નહીં શકે. સેનેટમાં શાસક પક્ષના નેતા મિચ મેકકોનેલે કહ્યું છે કે તેઓ આવતા વર્ષના આરંભમાં ઈમ્પીચમેન્ટ કાર્યવાહી શરૂ કરાવશે. ટ્રમ્પને કસુરવાર ઠેરવવા માટે ડેમોક્રેટિક પાર્ટીને સેનેટમાં બે-તૃતિયાંશ બહુમતીની જરૂર પડશે. પ્રતિનિધિ સભાનાં સ્પીકર અને ડેમોક્રેટિક પાર્ટીનાં નેતા નેન્સી પેલોસીએ કહ્યું કે પ્રમુખ ટ્રમ્પના બેજવાબદાર પગલાંને કારણે એમનું ઈમ્પીચમેન્ટ કરવાની જરૂર પડી છે એ દુર્ભાગ્યની વાત કહેવાય. ઈમ્પીચ કર્યા સિવાય તેમણે અમારા માટે કોઈ વિકલ્પ જ છોડ્યો નહોતો. ભારતીય અમેરિકન સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ એક ઈમેલ દ્વારા તેમના સમર્થકોને કહ્યું હતું કે હું હમણાં જ ગૃહમાંથી બહાર નીકળ્યો છું અને મેં પ્રમુખ ટ્રમ્પને ઈમ્પીચ કરવા માટે મત આપ્યો છે. ટ્રમ્પે સત્તાનો દુરુપયોગ કર્યો હતો. એમણે આપણી લોકશાહીને ખતરામાં મૂકી દીધી હતી અને કોંગ્રેસના કામકાજમાં અવરોધ ઊભો કર્યો હતો. એમણે આપણી ચૂંટણી પ્રક્રિયા તથા રાષ્ટ્રીય સલામતીને દાવ પર મૂકી દીધી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પ સામે શેની તપાસ કરાઇ ?

ડોનાલ્ડ ટ્રમ્પ પર આરોપ છે કે તેમણે હોદ્દા અને સત્તાનો દુરુપયોગ કર્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦૨૦માં અમેરિકામાં યોજાનારી પ્રમુખપદની ચૂંટણીઓમાં તેમના હરીફ જો બાઈડન અને તેેમના પુત્ર વિરુદ્ધ તપાસ કરાવવા માટે યુક્રેનની સરકાર પર દબાણ કર્યું હતું. તેેમણે એના માટે ફોન કર્યો હતો એવો આરોપ એક સામાજિક કાર્યકર્તા (વ્હીસલબ્લોઅર)એ કર્યો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પ સામે મહાભિયોગ ચલાવવા અમેરિકાની પ્રતિનિધિ સભામાં ચાર ભારતીય અમેરિકનોએ મત આપ્યા

(એજન્સી) વોશિંગ્ટન, તા.૧૯
ડોનાલ્ડ ટ્રમ્પ મહાભિયોગનો સામનો કરનારા અમેરિકાના ત્રીજા રાષ્ટ્રપતિ બની ગયા છે. ડેમોક્રેટ્‌સના વર્ચસ્વવાળી પ્રતિનિધિ સભામાં ટ્રમ્પ સામે મહાભિયોગ ચલાવવાના પાસ કરવામાં આવેલા બે આર્ટિકલ્સની તરફેણમાં મતદાન કરનારા ડેમોક્રેટ્‌સના ૨૩૦ સભ્યોમાં ચાર ભારતીય અમેરિકનોનો પણ સમાવેશ થાય છે. બુધવારે રાત્રે આર્ટિકલ નંબર-૧ સત્તાનો દુરૂપયોગ અને આર્ટિકલ-૨ સંસદની કાર્યવાહીમાં અવરોધો પેદા કરવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પ સામે મહાભિયોગ ચલાવવા માટે મતદાન યોજાયું હતું. પ્રથમ આર્ટિકલ ૨૩૦ વિરૂદ્ધ ૧૯૮ અને બીજા આર્ટિકલ ૨૨૯ વિરૂદ્ધ ૧૯૮થી પાસ થયા હતા. ચાર ભારતીય અમેરિકન ડેમોક્રેટ્‌સમાં પ્રમિલા જયપાલ, રાજા કૃષ્ણમૂર્તિ, કેલિફોર્નિયાના અમિ બેરા અને આરઓ ખન્નાનો સમાવેશ થાય છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    ઇઝરાયેલ ગાઝામાંકામચલાઉ યુદ્ધવિરામ કરાર ઇચ્છે છે : હમાસ અધિકારી

    (એજન્સી) તા.૧૬હમાસના રાજકીય બ્યુરોના…
    Read more
    International

    પેલેસ્ટીન માટે સહાય એકત્ર કરવા ભારતમાંકોઈ સંસ્થા સ્થપાઈ નથી : પેલેસ્ટીની દૂતાવાસ

    (એજન્સી) તા.૧૬નવી દિલ્હીમાં…
    Read more
    International

    ઇઝરાયેલ પર હુમલા પછી બાઇડેન ઇરાનની ઓઇલલાઇફલાઇનમાં ઘટાડો કરે તેવી શક્યતા નથી : અહેવાલ

    ગૃહમાં રિપબ્લિકન નેતાઓએ જાહેર કર્યું…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.