National

અફઘાનિસ્તાનમાં લાયબ્રેરી બનાવવા અંગે નરેન્દ્ર મોદીની ડોનાલ્ડ ટ્રમ્પે મજાક ઉડાવી, ‘શું તમને થેંક્યુ કહું ?’

(એજન્સી) વોશિંગ્ટન, તા. ૩
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાનમાં લાયબ્રેરી બનાવવા મુદ્દે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મજાક ઉડાવી છે. તેમણે ટીખળ કરતા કહ્યું કે, ‘‘આખરે અહીં લાયબ્રેરીનો ઉપયોગ કોણ કરશે, શું હું હવે આ લાયબ્રેરી માટે તમને થેંક્યુ કહું ?’’ ટ્રમ્પે વિદેશોમાં અમેરિકા દ્વારા ઓછા રોકાણ પર પોતાની કેબિનેટનો બચાવ કરતા આ વાત કરી હતી. તેમણે કહ્યું કે, ‘‘પીએમ મોદી મને સતત એ લાયબ્રેરી માટે વાત કરતા હતા જે તેમણે અફઘાનિસ્તાનમાં બનાવી છે. અમારી વચ્ચે આશરે પાંચ કલાક સુધી તેના પર વાત થઇ હતી. બાદમાં મારી પાસે આશા રાખવામાં આવી કે, આ કામ બદલ હું તેમને થેંક્યુ કહું. મને ખબર નથી કે, અફઘાનિસ્તાનમાં તેનો ઉપયોગ કોણ કરશે.ભારતે જેટલા નાણા ખર્ચ્યા છે તેટલા તો અમે પાંચ કલાકમાં ખર્ચ કરી દઇએ છીએ’’ જોકે, એ સ્પષ્ટતા થઇ ન હતી કે, ટ્રમ્પ કયા પ્રોજેક્ટ માટે વાત કરી રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે, યુદ્ધગ્રસ્ત દેશમાં લાયબ્રેરીની કોઇ જરૂર નથી. ટ્રમ્પે આ સાથે જ દેશની સુરક્ષા માટે પુરતા પગલાં નહીં ભરવા બદલ ભારત તથા અન્ય દેશોની ટીકા પણ કરી હતી. ભારતે ટ્રમ્પના આ નિવેદનને ફગાવી દીધો છે. સત્તાવાર સૂત્રોએ કહ્યું છે કે, અફઘાનિસ્તાનને આગળ લઇ જવામાં વિકાસ સંબંધિત મદદ એક મોટી ભૂમિકા નિભાવી શકે છે. સૂત્રો અનુસાર અફઘાનિસ્તાનમાં લોકોની જરૂર પ્રમાણે ભારત ઘણા માળખાગત પ્રોજેક્ટ અને જાહેર વિકાસ કાર્યક્રમ ચલાવી રહ્યું છે. આ પ્રકારના સહયોગથી દેશને આર્થિક રીતે સશક્ત અને સ્થિર બનાવવામાં મદદ મળશે. ભારત સરકારના સૂત્રોએ કહ્યું કે, ભારત યુએનના શાંતિ અભિયાનોમાં પોતાના સૈન્ય જવાનો મોકલી રહ્યું નથી. ભારતની અફઘાનિસ્તાન સાથે ભાગીદારી પાંચ આધારસ્તંભ છે જેમાં માળખાકીય યોજનાઓ, સશક્તિકરણ, માનવીય કાર્યો, આર્થિક વિકાસ અને સંયોજકતાનો સમાવેશ થાય છે.ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે નવા વર્ષની પ્રથમ કેબિનેટ બેઠકમાં વિદેશોમાં અમેરિકાના રોકાણને ઓછો કરવાના વલણને યોગ્ય ગણાવ્યું છે. આ સાથે જ ભારત, રશિયા, પાકિસ્તાન અને અન્ય પાડોશી દેશોને અફઘાનિસ્તાનની સુરક્ષાની જવાબદારી લેવા માટે કહ્યું છે. ટ્રમ્પે વડાપ્રધાન મોદીનું ઉદાહરણ આપીને કહ્યું, દુનિયાના નેતાઓ પોતાના યોગદાનની પ્રશંસા કરી રહ્યા છે જ્યારે તેમનુું યોગદાન અમેરિકા તરફથી ખર્ચ કરાયેલા અબજો ડોલરના મુકાબલે ક્યાંય દેખાય તેમ નથી. અમેરિકાના રાષ્ટ્રપતિએ મોદી સાથે પોતાના મૈત્રિપૂર્ણ સંબંધોનો ઉલ્લેખ કર્યો પણ સાથે જ અફઘાનિસ્તાનમાં લાયબ્રેરી માટે ભારતે નાણા પુરા પાડવાની ટીકા પણ કરી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  એક્સક્લુસિવ : ભાજપના આઈકોન એસપી મુખરજી ગાંધીજીના હત્યારાને બચાવવા માટે ભંડોળ ઊભું કરવામાં ભાગીદાર હતા

  કટ્ટરતા – ભારત ભૂષણ મહાત્મા…
  Read more
  NationalPolitics

  ભાજપની ત્રિરંગા યાત્રાથી ખુશ થવાની જરૂર નથી, RSS ત્રિરંગાથી નફરત કરે છે

  નરેન્દ્ર મોદી સરકારે સ્વતંત્રતાની ૭૦…
  Read more
  National

  મુસ્લિમોએ માત્ર રક્ષાત્મક થવાને બદલે પાશ્ચાત્યવાદ અને હિન્દુત્વ સામે પ્રશ્નો ઊભા કરવાની જરૂર છે

  જરૂરિયાત – ડો. જાવિદ જમીલ હવે…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.