ડોનાલ્ડ ટ્રમ્પનો ઇરાન પરમાણુ કરારને પ્રમાણિત કરવાનો ઈન્કાર

(એજન્સી) તા.૧૪
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનના શાસનને કટ્ટરપંથી ગણાવતા તેમની આકરી ટીકા કરી છે અને આંતરરાષ્ટ્રીય પરમાણુ કરારને પ્રમાણિત કરવાથી પણ ઇનકાર કરી દીધો છે. બીબીસીના અહેવાલ અનુસાર ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે આ કરારને ચર્ચા માટે કોંગ્રેસ પાસે મોકલી રહ્યાં છે અને તેમના સહયોગીઓથી સલાહ લેશે કે તેમાં કેવા પરિવર્તનો કરવામાં આવે. તેમણે ઇરાન પર આતંકવાદને પ્રાયોજિત કરવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું કે ઈરાનને પરમાણુ હથિયારના માર્ગે આગળ વધતાં અમે જ અટકાવીશું. આંતરરાષ્ટ્રીય પર્યવેક્ષકો કહે છે કે ઇરાન ર૦૧પમાં કરાયેલા જેસીપીઓએ કરારનું યોગ્ય રીતે પાલન કરી રહ્યું છે. ટ્રમ્પે કહ્યું કે આ કરાર એકદમ ફ્લેક્સિબલ છે અને ઈરાને અનેકવાર કરારનો ભંગ કર્યો છે. તેમણે કહ્યું કે ઇરાને કરારનો ભંગ કરતા આંતરરાષ્ટ્રીય નિરીક્ષકોને પૂર્ણ રીતે નિરીક્ષણ કરવા દીધું નથી. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે એમ પણ કહ્યું કે ઇરાન મોત, વિન્શ અને અરાજકતા ફેલાવી રહ્યો છે. ટ્રમ્પે કહ્યું કે ઈરાન પરમાણુ કરારનું યોગ્ય રીતે પાલન નથી કરી રહ્યું પરંતુ તેમ છતાં તે આ કરાર હેઠળ લાભ લઇ રહ્યો છે. તેમણે કહ્યું કે પરમાણુ કરારને લઇને તેમની નવી રણનીતિથી તેમની આ સમસ્યા દૂર થશે. અમેરિકા કોઇપણ સમયે આ કરારથી અલગ થવાનો અધિકાર ધરાવે છે.

ઇરાનના પરમાણુ કરાર પર ટ્રમ્પની આનાકાની
બાદ જર્મનીની ભયાનક યુદ્ધની ચેતવણી

પેરિસ, તા. ૧૪
જર્મનીના વિદેશ મંત્રીએ શનિવારે જણાવ્યું હતું કે, જો અમેરિકા ઇરાનના પરમાણુ કરારને રદ્‌ કરશે અથવા તેહરાન પર નવા નિયંત્રણો લાદશે તો તેના પરિણામે ઇરાનમાં બની રહેલા પરમાણુ હથિયારને કારણે યુરોપ નજીક ભયાનક યુદ્ધ છેડાઇ શકે છે. આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનના પરમાણુ કાર્યક્રમને એમ કહીને પ્રમાણિત કરવાનો ઇન્કાર કરી દીધો હતો કે, તેહરાન ૨૦૧૫ના કરારોનું પાલન નથી કરી રહ્યું અને આ બાબત ચકાસણી કરનારા અધિકારીઓ પણ કહી રહ્યા છે. જર્મનીના વિદેશ મંત્રી સિગ્માર ગેબ્રિયલે જણાવ્યંુ હતું કે, અમેરિકી વહીવટીતંત્ર ઉત્તર કોરિયાના પરમાણુ વિવાદ સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે ટ્ર્‌મ્પે મુશ્કેલીભર્યો તથા ભયાનક સંકેત આપ્યો છે. તેમણે જણાવ્યું કે, મારી સૌથી મોટી ચિંતા એ છે કે, ઇરાનમાં શું થઇ રહ્યું છે અથવા અમેરિકા તરફથી ઇરાન પ્રત્યે શું થઇ રહ્યું છે. તેમણે જણાવ્યું કે, અમેરિકા જે પગલાં ભરી રહ્યું છે તેથી અમે એવી ચિંતા વ્યક્ત કરી રહ્યા છીએ કે, તે બાદ અમારા બાળકો કે પૌત્રો ભયજનક વિશ્વમાં ઉછરશે. તેમણે એમ પણ કહ્યુ કે, જો અમેરિકા ઇરાનના પરમાણુ કરારને રદ કરશે અથવા તેના પર નવા નિયંત્રણો લાદશે તો તે ઇરાનના ઉગ્રપંથીઓનો ગુસ્સો વહોરી લેશે જેઓ પહેલાથી જ પશ્ચિમના લોકો માટે વિરોધાભાસ ધરાવે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks