ડો. આંબેડકર આજે હયાત હોત તો તેઓ ચોક્કસપણે કાશ્મીરની પ્રજાના અધિકાર માટે તેમની પડખે ઊભા રહ્યા હોત

(એજન્સી) તા.૫
જ્યારથી અનુચ્છેદ ૩૭૦ રદ કરવામાં આવ્યો છે (જે ટેકનિકલી સાચું નથી કારણ કે અનુચ્છેદ રદ કરાયો નથી પરંતુ ઉક્ત અનુચ્છેદનો ઉપયોગ કરીને વિશિષ્ટ દરજ્જો રદ કરાયો છે) ત્યારથી ડો.બાબાસાહેબ આંબેડકરના ક્વોટ અને મીસક્વોટનો ઉપયોગ રાજકીય ઉપદેશમાં વધી ગયો છે. ઘણા લોકો કાશ્મીર પર બાબાસાહેબને એવી રીતે ક્વોટ કરી રહ્યાં છે જાણે તેઓ અને જનસંઘના નેતા શ્યામાપ્રસાદ મુખરજી એક જ વૈચારિક વેવ લેન્થ ધરાવતા હોય. બાબાસાહેબ આંબેડકરે આપણને સ્પર્શતા મુદ્દાઓ પર વ્યાપક લખાણ લખ્યું હતું અને તેમની બે કૃતિઓ-થોટ ઓન પાકિસ્તાન એન્ડ પાકિસ્તાન અથવા પાર્ટીશન ઓફ ઇન્ડિયા તેમને એક ધર્મ અને રાષ્ટ્રીયતાની સંકુચિત સીમાથી ઉપર ઉઠીને એક મહાન રાજનીતિજ્ઞ તરીકે રજૂ કરે છે અને તેઓ હિંદુ અને મુસ્લિમોના મુદ્દે અત્યંત સંતુલિત રીતે કામ લે છે. આ બે પુસ્તકોમાંથી નિષ્ણાતો બાબાસાહેબના ક્ેટલાક ચુનંદા ક્વોટનો ઉપયોગ કરે છે. સંઘ પરિવાર મુસ્લિમો અને ઇસ્લામ પર તેમના મંતવ્યોને બેઠા ક્વોટ કરે છે. એ જ રીતે અન્ય કેટલાક લોકો હિંદુત્વ કે હિંદુવાદ અંગે તેમના ક્વોટનો ઉપયોગ કરે છે. આ નોંધમાં હું સ્પષ્ટતા કરવા માગું છું કે હું તેમને અત્રે ફરી ક્વોટ કરવા માગતો નથી પરંતુ કેટલીક હકીકતો ડો.આંબેડકર અંગે મનમાં રાખવી જરુરી હોય છે. પ્રથમ વાત એ છે કે તેમને દલિત સમુદાયના રસ અને કલ્યાણ અંગે ખૂબ જ ચિંતા હતી અને દલિતોને સર્વત્ર યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે તેઓ સુનિશ્ચિત કરવા માગતાં હતા. મારો કહેવાનો હેતુ અહીં એટલો છે કે વૈચારિક પૂર્વગ્રહ એક બાજુ મૂકી દઇએ અને ડો.આંબેડકર અને તેઓ કોણ હતા એ અંગે વિચારીએ. કમનસીબે આજે કેટલાક લોકો એવું કહી રહ્યાં છે કે ડો.આંબેડકર અનુચ્છેદ ૩૭૦ કે કાશ્મીરની સ્વાયત્તતા ઇચ્છતાં ન હતા. બંધારણીય સભાની ચર્ચામાં શું થયું તેનો અહીં પ્રશ્ન નથી. ડો.આંબેડકર પાકિસ્તાનમાં ખાસ કરીને પૂર્વ પાકિસ્તાન કે આજના બાંગ્લાદેશમાં અસ્પૃશ્યોની સ્થિતિ અંગે ચિંતિત હતા કે જ્યાં મુસ્લિમ કટ્ટરવાદીઓ અને પાકિસ્તાની સેના એ વખતે બિન-મુસ્લિમો પર અત્યાચારો કરતાં હતાં અને હિંદુઓ, ખ્રિસ્તીઓ અને દલિતોને ઇસ્લામ અંગિકાર કરવા માટે ફરજ પાડતા હતા. આંબેડકર એવું ઇચ્છતા હતા કે સરકાર આ બાબતમાં કંઇક કરે. ડો.આંબેડકરે લખ્યું હતું કે લોકતંત્ર એટલે એકલા બહુમતીનું શાસન એવો અર્થ થતો નથી. આજે જો આંબેડકર હયાત હોય તો તેમણે કાશ્મીરમાં લોકોના અધિકારની તરફેણમાં ચોક્કસ જોરદાર રજૂઆત કરી હોત. એઓ કાશ્મીરમાં લોકોને જ્યારે બોલવાનો, એક બીજા સાથે વાર્તાલાપ કરવાનો કે એકત્ર થવાનો અધિકાર નકારવામાં ંઆવ્યો છે ત્યારે હું ખાતરીપૂર્વક કહી શકું કે ડો.આબંડેકર રાજ્યની પ્રજાની પડખે જ ઊભા રહ્યાં હોત.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks