(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૯
ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦ સુધી ઓરી નાબુદ કરવા તથા રૂબેલા સિન્ડ્રોમ પર નિયંત્રણ મેળવવાનું નક્કી કરવામાં આવેલ છે. આ અભિયાન અંતર્ગત નવ માસથી પંદર વર્ષ સધીના તમામ બાળકોને વિનામૂલ્યે એમ. આર. રસી આપવાનું નક્કી કરવામાં આવેલ છે.જે સંપૂર્ણ સુરક્ષીત હોવાનું આઇએમએના પ્રમુખ ડો. નીતીન ગર્ગ તથા માનદ્મંત્રી ડો. હિરલ શાહે જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે,બાળકને અગાઉ રસી આપવામાં આવી હોય તો પણ રસી આપવાની જરૂર છે. આ અભિયાન અંતર્ગત ૧૫ રાજ્યોમાં અદાજિત આઠ કરોડ બાળકોને આપવામાં આવેલ છે, જેમાં કોઇપણ પ્રકારની આડઅસર જોવા મળેલ નથી, જેથી આ રસી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. આ રસી એટલા માટે આપવામાં આવે છે કે, જેથી આપણી આવનારી પેઢીઓમાંથી આ બંને રોગો પોલિયો રોગની જેમ હંમેશા માટે નાબુદ કરી શકાય.ગત તા.૧૫મી જુલાઇ થી ૩૧મી જુલાઇ સુધી બધી જ શાળાઓમાં તથા પ્લે સ્કૂલોમાં આ રસીકરણ અભિયાન ચાલુ કરવામાં આવશે. આ સમય દરમિયાન આપના બાળકોને એમ. આર. રસી અચીક અપાવવી. ઉપરોક્ત સમયગાળા દરમિયાન છુટી ગયેલા બાળકોને ૧ ઓગષ્ટ થી ૧૫ ઓગષ્ટ સુધી નજીકના આંગણવાડી કેન્દ્રો અથવા આરોગ્ય કેન્દ્રો પર આ રસી અપાવવી.