ડો. કફિલે રાજકારણીઓના ગાલે તમાચો માર્યો છે : અતુલ પટેલ

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧૩
યુ.પી.ની હોસ્પિટલમાં ઓકિસજન ખોટકાતા સાત દિવસમાં બાળકોના મોતનો આંકડો ૬૦થી વધુ થઈ ગયો છે. ત્યારે ઓકિસજન મામલે રાજકારણ ગરમાયું છે. તેવામાં આ સમગ્ર ઘટના ક્રમમાં બાળરોગના નિષ્ણાત મુસ્લિમ ડોકટરે પોતાના પૈસે ઓકિસજન સિલિન્ડર મંગાવીને માનવતાની મહેક પ્રસરાવી છે. ત્યારે ચોતરફથી ડોકટરની કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે. ત્યારે પાટીદાર અનામત આંદોલનના અગ્રણી અતુલ પટેલે પણ મુસ્લિમ ડોકટરની કામગીરીને બિરદાવી યોગી સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા છે.
અતુલ પટેલે આ અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું છે કે યુ.પી.ની ઓકિસજન ખોટકાવાની ઘટનામાં બાળકો મરી રહ્યા હતા. ત્યારે ડો. કફિલે જે રીતે કામગીરી કરી છે તેમણે રાજકારણીઓના ગાલે તમાચો માર્યો છે. લવજેહાદ અને મદ્રેસાના નામે બૂમરાણ મચાવતા યોગી તમે ગમે તેટલી કોશિષ કરશો પણ દરેક ભારતીયો માનવધર્મને શ્રેષ્ઠ માને છે. વધુમાં તેમણે યુ.પી.ના મુખ્યમંત્રી ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે ચડ્ડીના ચશ્મા પહેરવાની કોશિષ ન કરતા અને જરાક રાજધર્મ નિભાવવો હોય તો ડો. કફિલને સન્માનિત કરો. જેથી આવનારા દિવસોમાં ડોકટરોને પ્રેરણા મળે બાકી બહાના બંધ કરો ૬૩ બાળકો ગયા છે તેમ બીજા ન જાય તેની કાર્યવાહી કરો. એમ અતુલ પટેલે જણાવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks