ડ્રગ્સ ભરેલું જહાજ કરોડોની લાલચમાં ઈજિપ્તના બદલે ગુજરાત આવ્યું !!

અમદાવાદ, તા.૩૧
પોરબંદરના દરિયામાંથી કોસ્ટગાર્ડે રૂા.૩પ૦૦ કરોડનું હેરોઈન ડ્રગ્સ ઝડપી પાડતા દેશની સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠ્યું છે. યુવાધનને નશાના રવાડે ચઢાવી દેશને અંદરથી ખોખલો કરવા માટે કોઈ દુશ્મન દેશે આ ષડયંત્ર રચ્યું છે કે ડ્રગ્સ માફિયાઓના કારનામા છે તે દિશામાં હાલ તો તપાસ ચાલી રહી છે પરંતુ જહાજમાંથી પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં પાંચ કરોડની લાલચે જહાજ ઈજિપ્તના બદલે ગુજરાત લાવવામાં આવ્યું હોવાની ચોંકાવનારી વિગતો ખૂલી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે તમામ આરોપીઓની તપાસ એનસીબીને સોંપવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો પોરબંદરથી પકડાયેલું હેરોઈન ડ્રગ્સ ભરેલું જહાજ ઈજિપ્ત જવાનું હતું. તે દરમિયાન મુંબઈના સુજિત નામના શખ્સે જહાજના કેપ્ટનનો સેટેલાઈટ ફોન મારફતે સંપર્ક કર્યો હતો. તેથી જહાજના માલિકે જહાજ ગુજરાત તરફ વાળવા માટે રૂા.પાંચ કરોડની ઓફર કરી હતી. જેની લાલચે જહાજ ઈજિપ્તના બદલે ગુજરાતના દરિયામાં વળ્યું હતું. આ સમગ્ર ડીલ ભાવનગરના દરિયામાં થવાની હતી. આ દરમિયાન જ પોરબંદર પાસે જહાજ પકડાઈ જતાં સમગ્ર ઘટસ્ફોટ થયો હતો. સુજિત સાથે કલકત્તાના બે શખ્સો ઈરફાન અને વિશાલ પણ સંડોવાયેલા છે. જે તમામની અટકાયત કરીને અમદાવાદ ખાતે ગુજરાત એટીએસની કચેરીમાં લાવવામાં આવ્યા છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ પોરબંદર કેસમાં કરોડોનું ડ્રગ્સ કેસમાં મુંબઈના બે અને કલકત્તાના એક શખ્સની અટકાયત કરવામાં આવી છે. આ શખ્સોની ડ્રગ્સના રિસિવર કેસમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ સેટેલાઈટ ફોન અને આઈબીએ આંતરેલા મેસેજના આધારે પણ સેન્ટ્રલ એજન્સી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. અગાઉ ડ્રગ્સના કારોબારમાં અવાર-નવાર રિસિવર અને પ્રોડકશન માટે ગુજરાતનો ઉપયોગ થયો હોવાનું તપાસ એજન્સી સમક્ષ ખૂલ્યું છે.
હાલ તો એટીએસ દ્વારા કરવામાં આવેલી આરોપીઓની પૂછપરછ કરી લીધી છે ત્યારે હવે પકડાયેલા તમામ ૮ આરોપીઓની તપાસ ગુજરાતના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને સોંપવામાં આવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks