ઈદીનો ઉપયોગ કરી પુનઃ ઉપયોગ કરી શકાય તેવા થેલા બનાવનાર ભારતીય બાળકનું દુબઈમાં સન્માન

(એજન્સી) દુબઈ, તા.૪
રપ જૂનના રોજ એક અખબારના સમાચાર ‘બાળક જેણે પ્લાસ્ટિક કચરા વિરૂદ્ધ સંદેશ આપવા ફૂટબોલનો ઉપયોગ કર્યો’ વાંચ્યા બાદ બાદ કચરા નિયમન વિભાગના નિર્દેશક અબ્દલ માજીદ અબ્દુલ અઝીઝ સૈફાઈને ૧૦ વર્ષીય ફૈઝ મોહમ્મદ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ મહાનગરપાલિકાને ફૈઝ મોહમ્મદનું સન્માન કર્યું હતું. ફૈઝ મોહમ્મદે પોતાની ઈદીનો ઉપયોગ કરી આસપાસની દુકાનો માટે પુનઃ ઉપયોગ કરી શકાય તેવી થેલીઓ બનાવી તેને ફૂટબોલ વર્લ્ડકપની થીમથી શણગારી વિતરણ કર્યું હતું. ફૈઝ મોહમ્મદે સ્તરે તપાસ કરીને જાણકારી મેળવી હતી કે એક નાની કરિયાણાની દુકાન સામાન વિતરીત કરવા દર મહિને લગભગ ૧,ર૦૦ પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ કરે છે. પ્લાસ્ટિકનો દુરૂપયોગ ટાળવા ફૈઝે મોટી થેલીઓનું મફત વિતરણ કર્યું હતું. નોંધનીય છે કે, ભારતીય મૂળના ફૈઝે પોતાના માટે રમકડા કે પોતાની પસંદગી વસ્તુ ખરીદવા કરતા પર્યાવરણ માટે કંઈક કરવાનું વિચાર્યું. ફૈઝે પોતાના મિત્રો, પરિજનો અને દુકાનદારોને આ મુદ્દે જાગૃત કરવાનો નિર્ણય લીધો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks