યમનમાં કોલેરાના કારણે ૩૪નાં મોત, અન્ય ર૦૦૦ બીમારીનો ભોગ બન્યા : WHO

(એજન્સી)                   યમન, તા.૧૧

માનવતાવાદી સંગઠને મંગળવારે ચેતવણી આપતા આંકડાઓ રજૂ કર્યા હતા. જેમાં યમનમાં કોલેરાને લગતા રોગોના કારણે ૩૪ લોકોનાં મોત નિપજ્યા હતા જ્યારે ર૦૦૦ જેટલા લોકો બીમાર થયા હતા.

યમનમાં આ વર્ષે બીજી વખત કોલેરાના કારણે મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામી રહ્યા છે. જ્યાં કરોડો લોકો ખોરાક અને શુદ્ધ પાણી મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

ર૭ એપ્રિલથી ૭ મે વચ્ચેના સમયગાળામાં સાના સહિતના નવ પ્રશાસનિકોમાં ર,૦રર કેસો ઝાડાના છે જ્યારે કોલેરાના કારણે ૩૪ લોકોનાં મોત નિપજ્યા હતા.

ડોક્ટરોએ જણાવ્યું કે તેમણે યમનમાં ૩૦ માર્ચથી લઈને અત્યારસુધીમાં કોલેરાના ૭૮૦થી વધુ કેસોની સ્વતંત્ર રીતે સારવાર કરી છે. આ રોગચાળો ફેલાવાની અને અનિયંત્રિત થઈ જશે તેની અમને ચિંતા છે. સારવાર કેન્દ્ર સુધી પહોંચવા માટે દર્દીઓ ગંભીર પરિસ્થિતિમાં પણ ડઝન જેટલા કિ.મી.ની યાત્રા કરે છે. યમનના જાહેર સ્વાસ્થ્ય મંત્રાલયે સાનામાં શંકાસ્પદ કોલેરાના ૩૧૦ કેસો નોંધ્યા છે.  રાજધાનીમાં વેતન ચૂકવાયું ન હોવાથી સફાઈકર્મીઓ ઘણા દિવસોથી હડતાળ પર ઉતરી ગયા છે. જેના કારણે ચારેબાજુ ગંદકી ફેલાઈ ગઈ છે. સીરિયા, દક્ષિણ સુદાન, નાઈજિરિયા અને ઈરાક સાથે જ વિશ્વમાં સૌથી ખરાબ માનવતાવાદી કટોકટીમાં યમનનું નામ પણ WHO એ આપ્યું છે. યમનમાં છેલ્લા બે વર્ષથી સંઘર્ષ ચાલી રહ્યો છે. જેમાં ર૦૧પથી અત્યાર સુધીમાં ૭૦૦૦ લોકોનાં મૃત્યુ થયા છે અને ત્રણ મિલિયન લોકો સ્થળાંતર કર્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts