પાલનપુરમાં પાટીદાર સમાજના યુવાનોએ હાર્દિકના સમર્થનમાં દુકાનો બંધ કરાવી

(સંવાદદાતા દ્વારા) પાલનપુર, તા.૬
અમદાવાદમાં ખેડૂતોના હકો સહિતના મુદ્દે હાર્દિક પટેલ દ્વારા ઉપવાસ કરવામાં આવી રહ્યા છે. જેના સમર્થનમાં પાટીદાર સમાજ દ્વારા ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યુ હતુ. જેથી ગુરૂવારે પાલનપુરમાં વહેલી સવારથી પાટીદારના યુવાનો દ્વારા દુકાનો બંધ કરાવવામાં આવતા ઉત્તેજના પ્રસરી ગઇ હતી.
ગુજરાતની ભાજપ સરકાર દ્વારા ખેડૂતોને અન્યાય કરવામાં આવી રહ્યો હોવાની સાથે પાટીદાર અનામત સહિતના મુદ્દે પાટીદાર નેતા હાર્દિક પટેલ દ્વારા અમદાવાદમાં ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે. જો કે, પાલનપુર સહિત આજુબાજુના ગામડાઓમાં રહેતા પાટીદારોને પોલીસ દ્વારા આ ઉપવાસ આંદોલનમાં જતા રોકવામાં આવી રહ્યા છે. જેથી તેઓ જે- તે સ્થળેથી હાર્દિકને સમર્થન આપી રહ્યા છે. જે અંતર્ગત બંધનું એલાન આપવામાં આવ્યુ હતુ.જેથી ગુરૂવારે પાલનપુરમાં પાટીદાર સમાજના યુવાનો દ્વારા શહેરમાં આવેલી દુકાનો બંધ કરાવવામાં આવતા શહેરમાં ઉત્તેજના પ્રસરી ગઇ હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks