ડમી એકાઉન્ટમાંથી પીડિતાને મેસેજ થયા, વૃષભ પીડિતાને ઓળખતો નથી

અમદાવાદ,તા. ૨
સેટેલાઇટના નહેરુનગર પાસે ચાલુ કારમાં વેપારીની પુત્રી પર થયેલા ફિલ્મી રહસ્યમય જેવા ગેંગ રેપના ચકચારભર્યા કેસના આરોપી વૃષભ મારૂના પરિવારજનો આજે મીડિયા સમક્ષ હાજર થયા હતા અને વૃષભ મારૂનો બચાવ રજૂ કરતો પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. વૃષભના પરિવારજનોએ સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, વૃષભ આ પીડિતાને ઓળખતો જ નથી. તેની આ કેસમાં કોઇ સંડોવણી જ નથી. જે ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ મારફતે વૃષભને ફસાવાયો છે, તે ડમી કોઇએ બનાવ્યું હોઇ શકે છે. અમે ખુદ પોલીસ પાસે તેની તપાસ માટે ઉગ્ર માંગણી કરી છે. પરિવારજનોએ એવો પણ બચાવ રજૂ કર્યો હતો કે, વૃષભ હાલ કયાં છે તેની અમને ખબર નથી પરંતુ અમે તેન પોલીસ સમક્ષ હાજર થઇ જવા કહ્યું છે. ચકચારભર્યા દુષ્કર્મ કેસમાં પીડિતા બાદ હવે આરોપી વૃષભના પરિવારજનો મીડિયા સામે આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર પ્રેમ પ્રકરણમાં વૃષભને સંડોવવામાં આવ્યો હોઇ તેવું લાગી રહ્યું છે. ઇન્સ્ટાગ્રામની ચેટ સામે આવી છે તેમાં વૃષભનું કોઇએ ડમી એકાઉન્ટ બનાવ્યું છે. પીડિતાએ વૃષભને શા માટે આ કેસમાં સંડોવ્યો તેની તપાસની માગ કરી છે. વૃષભ પીડિતાને ઓળખતો નથી અને જ્યારે ફરિયાદ નોંધાવાઇ ત્યારે તે મધ્યપ્રદેશમાં હતો. તા.ર૯મી જૂનના રોજ એક વખત વાતચીત બાદ તેનો ફોન બંધ આવતો હતો ત્યારબાદ અમારી સાથે તેનો કોઇ સંપર્ક થયો નથી. ઇન્સ્ટાગ્રામમાં જે ચેટ દર્શાવી છે તેમાં વૃષભનું કોઇએ ડમી એકાઉન્ટ બનાવ્યું હોઇ શકે છે. પીડિતાએ જે આરોપો લગાવ્યા છે તેમાં તેવી કોઇ ઘટના જ બની ન હોય તેવું લાગી રહ્યું છે. વૃષભના પરિવારજનોએ માગ કરી હતી કે આ ડમી ચેટ કોણે બનાવી છે તેની તપાસ કરાવવામાં આવે. પીડિતાના આરોપો પર સવાલો ઉઠાવતા તેઓએ જણાવ્યું હતું કે, કોઇ ઘટના બની નથી, રેપ થયો જ નથી. એક સ્ત્રી સાથે જ્યારે આવી ખરાબ હરકત કરવામાં આવે, તેના પ્રાઇવેટ પાર્ટમાં લાકડી નાખવામાં આવે તો શું સહન કરવું પડે તે એક સ્રીને જ તેની વેદનાની ખબર પડે. પીડિતા કહે છે કે, આ ઘટના બાદ તે ઘેર જતી રહી અને રૂમમાં સૂઇ ગઇ હતી. જ્યારે પણ આટલી ખરાબ હરકત જો થઇ હોય તો તે ઊભી જ ન થઇ શકે અને તાત્કાલીક સારવારની જરૂર પડે. જાહેર રોડ પર તેની સાથે ગેંગરેપ કરી ફેંકી દેવામાં આવે તો શું તેને કોઇએ જોઇ નહીં કે મદદ પણ ન કરી ?

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks