નકલી બિયારણ મામલે વિરોધ કરવા ખેડૂતો આળોટતા આળોટતા રજૂઆત કરવા ગયા

(સંવાદદાતા દ્વારા)
અમરેલી, તા. ૨
બે દિવસ પહેલા રાજ્યના કૃષિમંત્રી આર.સી.ફળદુ એ નકલી બિયારણ ખાતર ના નિવેદન મામલે અમરેલીના ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે આજે અમરેલી કલેકટર કચેરી બહાર ખેડૂતોએ ધરણા કર્યા હતા જયારે પીપાવાવધામ ના ખેડૂતે આળોટતા આળોટતા કલેકટર કચેરી બહાર સુધી પહોંચ્યા બાદ કલેકટર કચેરી બહાર રામધુન શરૂ કરતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતીરાજ્યના કૃષિમંત્રી આર.સી.ફળદુ એ નકલી બિયારણ મામલે નિવેદન આપવા અંગે ઠેર ઠેર ખેડૂતોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે જે રોષ આજે અમરેલી પણ જોવા મળ્યો હતો નકલી બિયારણ ખાતર મામલે કૃષિમંત્રીના નિવેદનથી અમરેલીના ખેડૂતો વધુ રોષે ભરાયા હતા અને રેલી કાઢી હતી અને અમરેલી કલેકટર કચેરી બહાર ખેડૂતોએ સરકાર વિરૂદ્ધ સૂત્રોચાર કર્યા હતા.
જયારે છેલ્લા ૭૦ દિવસથી રાજુલાના પીપાવાવ ગામના લોકો દ્વારા ચાલતા આંદોલન અંગે પીપાવાવના ખેડૂત દ્વારા હાથમાં ભગવાનની મૂર્તિ લઈને આળોટતા આળોટતા આવ્યા હતા. ખેડૂતો દ્વારા આગળ પાથરણા પાથરતા ગયા ને ખેડૂત આળોટતા આળોટતા કલેકટર કચેરીના દરવાજે પહોંચતા પોલીસે અટકાવતા ખેડૂતો દ્વારા કલેકટર કચેરી બહાર રામધુન આરંભ કરતા તંત્ર પણ દોડતું થયું હતું. અંતે ખેડૂતો અને પીપવાવ વાસીઓને બાદમાં કલેકટર સુધી જવા દેવામાં આવ્યા હતા બાદ કલેકટરને ખેડૂતોએ રજૂઆત કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts