દાહોદ, તા. ૩
અમદાવાદ, ઘાટલોડીયા, ત્રિશલા એપાર્ટમેન્ટમાં રહેતા જીગ્નેશકુમાર રમણલાલ પટેલ, ગાંધીનગર સેક્ટર ૧૩ એમાં રહેતા દેવેન્દ્રભાઈ તેજાભાઈ પરમાર, અમદાવાદ, ચાંદલોડીયા વિલાપ એપાર્ટમેન્ટમાં રહેતા જુબીનભાઈ રમેશભાઈ પટેલ તથા નાસીકના ગણેશગીરી વગેરે એમ એચ.૦૪ એચ એક્સ ૭૬૯૩ નંબરની ક્રીએટા ફોર વ્હીલ ગાડીમાં ગતરોજ સાંજે સંજેલી નગરમાં આવ્યા હતા. તેઓની હિલચાલ પેટ્રોલીંગમાં નીકળેલ દાહોદ એસઓજી શાખાના પીએસઆઈ એન જે પંચાલ તથા તેમના સ્ટાફના પોલીસ કર્મીઓને શંકાસ્પદ લાગતા તેઓની હિલચાલ પર ચાંપતી નજર રાખી હતી. તે દરમ્યાન પોલીસને શંકા સાચી લાગતા પોલીસે કારમાં બેઠેલ ઉપરોક્ત ચારે જણાની પુછપરછ કરતા પોલીસને સંતોષકારક જવાબ ન આપતા પોલીસે કારની તલાસી લઈ કારમાંથી તેઓ પાસેથી રૂ.ર૦૦૦ના દરની નોટો નં.૬પ, રૂ.પ૦૦ના દરની નોટો નં.૭૧ તથા રૂપિયા ર૦૦ના દરની ચલણી નોટો નં.૪૭ મળી રૂપિયા ૧,૭૪,૯૦૦ની કુલ કિંમતની કલર ઝેરોક્ષવાળી બનાવટી ચલણી નોટો નં.૧૮૩ પકડી પાડી તેઓ પાસેથી રૂપિયા ૭૦૦૦ની કિંમતના ત્રણ મોબાઈલ તથા રૂપિયા પ લાખની કિંમતની કાર મળી રૂપિયા પ,૦૭,૦૦૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આ સંબંધે દાહોદ એસઓજી પીએસઆઈ એન જે પંચાલે સંજેલી પોલીસ સ્ટેશને ઉપરોક્ત ચારે ઈસમો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.