૧૬ બેન્કમાંથી નકલી નોટોનો જથ્થો પકડાયો

અમદાવાદ,તા.૧૯
શહેરની ૧૬ બેન્કમાંથી નકલી નોટોનો જથ્થો સામે આવતા ચકચાર મચી ગઈ છે. બેન્કમાં નકલી નોટોનો જથ્થો કઈ રીતે આવ્યો તે મામલે એસઓજી પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાતમાં સતત રદ થયેલી અને ડુપ્લિકેટ્‌સ નોટોનો મળી રહી છે, ત્યારે અમદાવાદ એસઓજી દ્વારા શહેરની ૧૬ બેંકોમાંથી આવી હજારો નોટો કબ્જે કરવામાં આવી છે. જેમાંથી જૂની રદ થયેલી ચલણી નોટો અને ડુપ્લિકેટ નોટોનો સમાવેશ થાય છે. બેંક પાસે આ નોટો મળી આવતાં તેમણે એસઓજીને આ અંગે જાણ કરી હતી અને આ પ્રકારની ડુપ્લિકેટ નોટો કઇ રીતે બેંકમાં ઘૂસી તે અંગે તપાસ કરવા જાણ કરી હતી. એસઓજીએ હાલ આ સંદર્ભે ગુનો દાખલ કરીને આ ડુપ્લિકેટ ચલણીનોટો અને રદ થયેલી નોટો વિશે તપાસ હાથ ધરી છે.
આ નોટો બેંકમાં કઇ રીતે ઘૂસી ?
અમદાવાદ એસઓજીએ શહેરની ૧૬ બેંકોમાંથી મળી આવેલી નકલી ચલણી નોટો સંદર્ભે ગુનો દાખલ કર્યો છે. બીજી તરફ આ નોટોમાં નોટબંધી બાદ રદ થયેલી ચલણી નોટોનો પણ મોટો જથ્થો બેંકમાં આવ્યો હોવાની માહિતીના આધારે તે નોટો કબજે લઇને તપાસ હાથ ધરવામાં આવા છે. આ નોટોમાં રૂ.૧૦, ૨૦, ૫૦, ૧૦૦, ૫૦૦, ૨૦૦૦ અને ૧૦૦૦ અને ૫૦૦ની જૂની ચલણી નોટોનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, આ નોટો બેંકમાં કઇ રીતે ઘૂસી તેમજ નકલી ચલણીનોટો કયા નેટવર્કથી બેંક સુધી પહોંચી તેની તપાસ હાથ ધરાઇ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts