અંકલેશ્વરમાં બોગસ દસ્તાવેજ બનાવી ચાર પ્લોટનું વેચાણ કરતાં ઈસમો સામે ફરિયાદ

અંકલેશ્વર, તા.૧૮
અંકલેશ્વરના સુરતી ભાગોળની પાસે ફૈઝ પાર્ક-ર રેસિડેન્સીની બાજુમાં સર્વે નં.૧૭૧/૧-રમા પ્લોટ પાડવામાં આવ્યા હતા. જેમાં ચાર પ્લોટ ખરીદનારે દસ્તાવેજ કર્યા હોવા છતાં માતા-પુત્ર અને અન્ય ચાર ઈસમો દ્વારા બોગસ દસ્તાવેજ બનાવી પોતાના નામે પ્લોટ કરી દેતા પ્લોટના મૂળમાલિક દ્વારા શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. અંકલેશ્વર-ઉમરવાડા રોડની બાજુમાં આવેલ ફૈઝ પાર્ક-રની બાજુમાં આવેલ સર્વે નં.૧૭૧/૧-રમા આવેલ પ્લોટ નં.એ/૩૪/એ/૩પ/એ/૪૪ બાબુલાલ ચોક્સીની માલિકીના હતા. ગત તા.૧૪/૧૦/૨૦૦૫ના રોજ રાબિયાબીબી મોહંમદનઝીર ભરોડાવાળાએ બાબુલાલ ચોક્સી પાસેથી પ્લોટ નં.એ-૩૪, એ-૩પ, એ-૪૪ રોકડ રકમ આપી દસ્તાવેજ કરવામાં આવ્યો હતો તેમજ પ્લોટ નં.એ-૪૩ રાબિયાબીબીના પતિ મોહંમદનાશીર ભરોડાવાળાના નામ પર ખરીદેલ, જેનો દસ્તાવેજ કરવામાં આવ્યો હતો. આ દસ્તાવેજ બાદ આ ચારેય પ્લોટના માલિક બાબુ ચોક્સી તથા અનસુયાબેન ચોક્સીના કહેવા મુજબની રકમ આ૫ી દસ્તાવેજ કરાયા હતા. ત્યારબાદ મોહંમદસાહિદે તેમના માતા-પિતાએ ચાર પ્લોટ ખરીદેલાની વાત કરતા તેઓએ તપાસ કરતા આ ચારેય પ્લોટ ચારેય પ્લોટના આરોપીઓ બોગસ દસ્તાવેજ કરી વેચાણ કર્યા હોવાનું માલૂમ પડ્યું હતું અને મોહંમદસાહિદે તાત્કાલિક પોતાના માતા-પિતાની માલિકીના ખરીદેલા પ્લોટ આરોપીઓએ ખોટા દસ્તાવેજ બનાવતા અત્રેના શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આરીપોઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આવા કેટલાક લેભાગુ તત્ત્વો પર કડક કાર્યવાહી કરી કાયદાકીય સિકંજો કસે એવી લાગણી પ્રવર્તી રહે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks