હાલોલ, તા. પ
કાલોલ તાલુકાના રતનપુરા (બાકરોલ) ગામે મકાન ભાડે રાખી બોગસ ડોક્ટર દવાખાનું ખોલી ગેરકાયદેસર પ્રોકરિસ કરતો હોવાની બાતમી ગોધરા એસ.ઓ.જીને મળતા બાતમીવાળી જગ્યાએ છાપો મારતા પરપ્રાતિય બની બેઠેલા બોગસ ડોક્ટરને મોટા જથ્થામાં દવા તથા તેના ઇસ્યુમેન્ટ સાથે રંગે હાથે ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી હતી.
ગોધરા એસ.ઓ.જી .ટીમને બાતમી મળી હતી કે કાલોલ તાલુકામાં રતનપુર ગામે બોગસ ડોક્ટર દવાખાનું ખોલી તેને દર્દીઓને ઑલોપ્રથી દવા આપતો હોવાની બાતમી મળતા પોલીસે બાતમી વાળી જગ્યાએ છાપો મારતા ભાડાના મકાનમાં દવાખાનું ખોલી દવા આપતા ઇસમોને રંગે હાથે ઝડપી પાડી તેની પૂછ પરછ કરતા દેબાશીસ શીતલ જીતે બાલા રહે.રતનપુર બાકરોલ મૂળ રહેવાસી ૧૧૬ મછલાપુર.૨. પશ્ચિમ બંગાળ તેની પાસે તાલુકા હેલ્થ ઓફીસરે તેની પાસે ડીગ્રી માંગતા તેની પાસે કોઈપણ પ્રકારની ડીગ્રી ન હોઈ ગેરકાયદેસર રિતે પ્રેક્ટિસ કરી ભાડાનું મકાન રાખી દવાખાનું ચલાવી દર્દીઓને ગામડાની ભોળી પ્રજા ના સ્વાથ્ય સાથે ચેડા કરતા હોવાથી પોલીસે મોટા જથા માં દવાઓ તથા ઇસ્યુમેન્ટ મળી રૂ.૫૭,૧૨૩/. નો મુદામાલ સાથે રંગે હાથ ઝડપી પાડી તેની સામે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આ બોગસ ડૉક્ટર વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.