National

શૈલજા અને બીજી મહિલાઓને મિત્ર બનાવવા મેજર હાન્ડાએ ફેસબુક પર નકલી પ્રોફાઈલનો ઉપયોગ કર્યો

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૬
મેજરની પત્ની શૈલજા દિવવેદીની હત્યાના આરોપી મેજર નિખિલ હાન્ડાએ મહિલાઓને મિત્ર બનાવવા માટે સોશિયલ મીડિયા પર નકલી પ્રોફાઈલ બનાવી હતી. તે અનુસાર ર૦૧પમાં તે આર્મી ઓફિસરની પત્નીને મળ્યો હતો. તેમ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે મેજરના બે મોબાઈલ ફોન ચકાસ્યા હતા જેમાં આરોપી બે પ્રોફાઈલ ફેસબુક પર ધરાવતો હતો.
જ્યારે ખરી ઓળખ તેણે આર્મી અધિકારી તરીકે દર્શાવી હતી. જ્યારે નકલીમાં દિલ્હીના ધંધાદારી તરીકે દર્શાવ્યું હતું. આરોપી મેજર માત્ર શૈલજા સાથે જ નહીં. બીજી ત્રણ અન્ય મહિલાઓ સાથે પણ સંબંધ ધરાવતો હતો. તે નકલી એકાઉન્ટ મારફતે બીજી મહિલાઓ સાથે વાતચીત કરતો હતો. બીજી ત્રણ મહિલાઓએ પણ મેજર સામે પોલીસમાં નિવેદન નોંધાવ્યા છે. એક માસ ફેસબુક પર મળ્યા બાદ બંનેએ એકબીજાને મળવાનું નક્કી કર્યું હતું. તેની બદલી મેરઠ કરાઈ હતી. જ્યારે પરિવાર સાકેત ખાતે રહેતું હતું. ત્યારબાદ શૈલજાએ પતિ અમિત સાથે ઓળખાણ કરાવી ઘરે બોલાવ્યો હતો. તે સતત ફોન પર સંપર્કમાં રહેતો હતો. છ માસમાં ૪ હજાર કોલ કર્યા હતા.
શૈલજાને હાન્ડાનું વર્તન નાપસંદ આવતા તેણીએ ફરિયાદની ધમકી આપી હતી અને કોર્ટ માર્શલની સજા કરાવીશ તેવું કહ્યું હતું. તેથી હાન્ડાએ આર્મી બેસ હોસ્પિટલ ખાતે શૈલજા સાથે મુલાકાત કરી હતી. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા હાન્ડાએ શૈલજાનું ગળું કાપી નાંખ્યું હતું. આ અંગે મેજર હાન્ડાને પોલીસે ધરપકડ કરી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.