Site icon Gujarat Today

વડોદરામાં નકલી માર્કશીટ અને ડિગ્રી પ્રમાણપત્રો બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૪
વડોદરાનાં સયાજીગંજ વિસ્તારમાંથી ગોત્રી પોલીસે બાતમીનાં આઘારે છાપો મારી ડુપ્લિકેટ માર્કશીટ સહિત વિવિઘ રાજ્યોની ઓપન યુનિવસીર્ટીઓની બોગશ ડ્રીગ્રી પ્રમાણપત્રોના કૌભાંડનો પર્દાફાશ કરી એક આરોપીની ઘરપકડ કરી છે. ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રિન્સ પાઠક ડુપ્લિકેટ માર્કસીટ અને યુનિવસીર્ટીઓની ડ્રીગ્રીઓનું વેચાણ કરે છે. તેવી બાતમી પોલીસને મળી હતી અને બાતમીનાં આઘારે પોલીસે છાપો મારતા ચોંકવનારી રીતે પોલીસને ઘોરણ ૧૦ અને ઘોરણ ૧૨ની વિવિઘ રાજ્યોનાં બોર્ડની પ્રમાણપત્રો સાથે માર્કીશીટ અને વિવિઘ યુનિવસીર્ટીઓના નકલી પ્રમાણપત્રો મળી આવ્યા હતા. જેમાં ઉત્તરપ્રદેશ, આગ્રા, બિહાર, ઝારખંડની યુનિવસીર્ટીઓની નકલી ડ્રીગ્રીઓ મળી આવી હતી, પોલીસે આરોપી પ્રિન્સ પાઠકની ઘરપકડ કરી છે. છેલ્લા બે વર્ષોથી પ્રિન્સ પાઠક નાપાસ વિદ્યાર્થીઓના ઇન્ટરનેટ અને સોશીયલ મીડિયા દ્વારા નાપાસ ઉમેદવારોનો સંપર્ક કરતો હતો. અને કલાસ ચલાવી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે તેવું દર્શાવી નકલી ઘોરણ ૧૦ અને ૧૨ સહિત કોલેજના પ્રમાણપત્રો રૂપિયા ૨૦૦૦ થી ૫૦૦૦માં આપતો હતો, પોલીસે ૪૭ નકલી ઘોરણ ૧૦ અને ૧૨ની માર્કસીટો કબ્જે કરી છે. આરોપી પ્રિન્સ પાઠક પોતે બીબીએ સુઘી અભ્યાસ કર્યો હાવોનું જણાવે છે, અને રૂપિયા ૨૦૦૦ થી ૫૦૦૦ રૂપિયામાં તે માર્કશીટ અને યુનિવર્સીટી ડ્રીગ્રીઓ વેચતો હતો, અને તે આ કૌભાંડ છેલ્લા બે વર્ષોથી ચલાવતો હતો તેવું તેણે જણાવ્યું છે. પોલીસે આરોપી પાસેથી ત્રણ લેપટોપ, પ્રિન્ટર, સહિત નકલી દલ્તાવેજો કબ્જે કર્યા છે. ત્યારે આરોપી પ્રિન્સનો ભુતકાળ ગુનાહિત છે, અને તેણે કઈ કઈ નકલી માર્કસીટી અને કોલેજની ડ્રીગીઓનું વેચાણ કર્યું છે, તેની તપાસ પોલીસે હાથ ઘરી છે, અને પોલીસ તપાસમાં વિવિઘ રાજ્યો સાથે સંકળાયેલ આ ડુપ્લિકેટ માર્કશીટ અને કોલેજનાં પ્રમાણપત્રોનું કૌભાંડનાં અનેક ચોંકવનારા ખુલાશાઓ થવાની શકયતાઓ છે.

Exit mobile version