National

ઊભેલું અથવા રોકાયેલું વાહન પણ દુર્ઘટનાનું કારણ બની શકે : સુપ્રીમ

નવી દિલ્હી,તા.૯
સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં કહ્યું કે ઉભેલું અથવા રોકાયેલું વાહન પણ દૂર્ઘટનાનું કારણ બની શકે છે. આ ટીપ્પણી સાથે સુપ્રીમે ઉભેલા ટ્રેક્ટરથી માર્યા ગયેલા વ્યક્તિઓના પરિવારજનોને વળતર આપવાનો આદેશ આપ્યો છે.
ચુકાદામાં સુપ્રીમે કહ્યું કે મોટર વ્હીકલ એક્ટની કલમ ૧૬૫ હેઠળ મામલો વળતરનો બને છે. મામલામાં વ્યક્તિનું મોત ત્યારે થયું જ્યારે ખેતરના કુવાના ખોદાણ માટે કરવામાં આવી રહેલા વિસ્ફોટથી ઉછળેલા પથ્થર ૩૦૦ મીટર દૂર દુકાન પર ઉભેલા શિક્ષકના માથા પર વાગ્યા હતા. આ વિસ્ફોટોને કારણે બ્લાસ્ટિંગ સિસ્ટમમાં ટ્રેક્ટરથી બેટરી કાઢીને તેનો પ્રયોગ કરવામાં આવતો હતો.
સુપ્રીમ કોર્ટ સામે મુદ્દો હતો કે શું ઉભેલા ટ્રેક્ટરથી અલગ કરાયેલી બેટરથી ચલાવાઈ રહેલી બ્લાસ્ટિંગ મશીનના વિસ્ફોટથી દૂર્ઘટના મોટર વ્હીકલ એક્ટની કલમ ૧૬૫ હેઠળ વાહનના ઉપયોગમાં થયેલી માની શકાય કે કેમ ? બીજો મુદ્દો એ પણ હતો કે વિસ્ફોટ માટે ટ્રેક્ટરનો ઉપયોગ વ્યાવસાયિક હતો અને વીમા પોલિસી વિરુદ્ધ હતો જેમાં કહેવાયું હતું કે એ વાહનનો વ્યાવસાયિક પ્રયોગ કરી શકાય નહીં.