સીતવાડાની યુવતીનું અપહરણ કરી ગામના જ યુવકે આચર્યુ દુષ્કર્મ

(સંવાદદાતા દ્વારા) પ્રાંતિજ, તા. ૭
પ્રાંતિજ તાલુકાના બોરીયા સીતવાડા ખાતે રાત્રી ના સમયે યુવતીને પોતાનાં ઘરેથી મોઢું દબાવી આંખે પાટાબાંધી લઇ જઇ યુવતી સાથે તેની મરજી વિરૂદ્ધ દસ દિવસ સુધી દુષ્કર્મ આચરતા યુવતી દ્વારા પાલીસ ફરિયાદ નોંધાઈ છે.
સીતવાડા ખાતે રાત્રીના સમયે પોતાના ઘરે આંગણામાં સુઇ રહેલ યુવતીને રાત્રીનાં દોઢ કલાકે ગામનો જ યુવક રાકેશસિંહ વિષ્ણુસિંહ રાઠોડ તેના ઘરે આવી ફરિયાદી યુવતીનું મોઢું દબાવી આંખ ઉપર પટ્ટી બાંધી દઇ ખાટલામાંથી જ અપહરણ કરી ગયો હતો. તેણીને અંજાર તાલુકાના વરસાણા ચોકડી પાસે આવેલ સિંગલ પ્લાયવુડ ઇનડસ્ટ્રીજ કંપનીની રૂમ ઉપર લઈ જઇ રૂમમાં પુરી રાખી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી અન્ય આરોપી માધવસિંહ પ્રભાતસિંહ રાઠોડ, દિપકભાઇ, રામભાઇની મદદગીરીથી રાકેશસિંહ વિષ્ણુસિંહ રાઠોડ દ્વારા તા. ૧૦/૬/૧૮થી તા.૧૯/૬/૧૮સુધી રાત્રિના સમયે ફરિયાદી યુવતી સાથે તેની મરજી વિરૂદ્ધ બળજબરી પૂર્વક શારીરિક સંબધ બાંધ્યો હતો. તેણી ઘરે પરત આવ્યા બાદ તા.૫/૭/૧૮ના રોજ રાકેશસિંહ વિષ્ણુસિંહ રાઠોડ ફરિયાદી યુવતીના ઘરે આવી ફરીથી ઉપાડી જવાની ધમકી આપતાં યુવતી દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં રાકેશસિંહ વિષ્ણુસિંહ રાઠોડ તથા અન્ય ત્રણ મદદગીરી કરનારા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મામલે પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks