(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા.૧૯
ધોળકા ખાતે બેકાટેકરી વિસ્તારમાં રહેતી રર વર્ષીય યુવતી સાથે ધોળકાના પરમાર વાડામાં રહેતા યુવકે મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી અવાર-નવાર બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ પીડિતાએ ધોળકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.ધોળકા પોલીસ સ્ટેશનમાં પીડિત યુવતીએ મુબસ્સિર ઉર્ફે રાજા મકબુલ હુસેન મલેક (રહે.પરમારવાડા ચાચાની હવેલી પાસે, ધોળકા) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું છે કે, મુબસ્સિર ઉર્ફે રાજા સાથે મારે મિત્રતા હતી. અમો સાથે ફરવા જતા હતા. છ-સાત માસ અગાઉ તે મને ખેડા રોડ ધોળકા ખાતે આવેલ રાધે ગેસ્ટ હાઉસમાં લઈ ગયેલો અને લગ્ન કરવાની વાત કરી મારી મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધેલો. બે માસ અગાઉ મુબસ્સિરનો ફોન આવેલો કે આપણે લગ્ન કરવાના છે. તુ મેનાબેન ટાવર આવી જા નહીંતર હું તને બદનામ કરી નાખીશ. હું મેનાબેન ટાવર ગયેલ. ત્યારે તે મને ગાડીમાં ચાંગોદર સુરભી ગેસ્ટ હાઉસમાં લઈ ગયેલો અને મારી સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો. સમાજમાં બદનામીના ડરથી મેં કોઈને આ વાત કરી ન હતી. ત્યારબાદ હું માસિક ધર્મમાં થયેલ નહીં. આથી આ વાતની જાણ મેં મુબસ્સિરને કરી હતી કે હું પ્રેગનેન્ટ હોય તેવું મને લાગે છે. તેણે કહેલ કે ગભરાઈસ નહીં. આપણે લગ્ન કરી લઈશું. તા.૩૦/૬/ર૦૧૮ના રોજ આરોપીએ મને કહેલ કે લગ્ન માટે જવાનું છે. ડોક્યુમેન્ટ લઈને મેનાબેન ટાવર આવી જા.હું ત્યાં ગઈ ત્યારે તે ગાડી નંબર જીજે ૦૧ એસ.જે.૩૩પપ લઈને ઊભો હતો. તે ગાડી ચાંગોદર અજાણી જગ્યાએ લઈ જઈ ગાડીમાં મને મારઝૂડ કરી મારી મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધેલો. કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી સરખેજ-સાણંદ ચોકડી ખાતે ઉતારી દીધેલી. ધોળકા પોલીસે ગુનો નોંધી આ બનાવની તપાસ મહિલા પીએસઆઈ એન.આર.ગોહેલ ચલાવી રહ્યા છે.