મહિલા ૨૦૦ મી. રેસમાં દુતી ચંદને સિલ્વર

જકાર્તા,તા.૨૯
ભારતની મહિલા એથ્લીટ દુતી ચંદે એશિયન ગેમ્સના ૧૧માં દિવસે ૨૦૦ મીટર રેસમાં સિલ્વર મેડલ જીત્યો. દુતીએ ફાઇનલમાં ૨૩.૨૦ સેકન્ડનો સમય લીધો અને બીજા નંબરે રહી. આ એશિયાડમાં દુતીનો આ બીજો સિલ્વર મેડલ છે. આ પહેલા તેણે ૧૦૦ મીટર રેસમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. બહેરીનની ઇડીડોંગ ઓડિયોંગે ૨૨.૯૬ સેકન્ડમાં રેસ પૂરી કરી અને પહેલું સ્થાન મેળવતા ગોલ્ડ મેડલ જીત્યો. ચીનની યોંગલી વેઈએ બ્રોન્ઝ મેડલ જીત્યો. તેણે ૨૩.૨૭ સેકન્ડનો સમય લીધો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks