(સંવાદદાતા દ્વારા)
સુરત,તા.૨૯
જીએસટી બાદ ઇ-વે બીલનો કાયદો સરકાર દ્વારા અમલી બનાવાયા બાદ સરકારી અધિકારીઓની સાથે પોલીસની પણ હેરાનગતિનો હવે ટેક્ષટાઇલ ઉદ્યોગે સામનો કરવો પડી રહ્યો છે.જેના કારણે ઉદ્યોગકારોમાં ભાજપ સામે ભારો ભાર રોષની લાગણી પ્રવર્તિ રહ્યી છે. સુરત સહિત રાજ્યમાં ફ્લાયિંગ સ્કલોર્ડ દ્વારા એકવાર ટ્રકની ચકાસણી કરવામાં આવ્યા બાદ પણ બીજા રસ્તા પર તે જ ટ્રકને રોકીને ચકાસણી કરવામાં આવી રહી હોવાથી ટ્રાન્સપોર્ટર્સનો સમય વેડફાઇ રહ્યો છે. તેમના ટ્રક બેથી ત્રણ કલાકની જગ્યાએ ચાર – ચાર કલાક માટે રોકી રાખવામાં આવતી હોવાથી માલની ડિલીવરીમાં વિલંબ થાય છે અને અનેક ટ્રકો ખોટી થાય છે. તેની વિપરીત અસર ઉદ્યોગ પર પણ પડી રહી છે.આ સંજોગોમાં ટ્રાન્સપોર્ટર્સની સમસ્યાઓ હળવી કરી શકાય તે માટે એકવાર જે ટ્રક ચેક કરી લેવામાં આવી હોય તે ટ્રકને ફરીથી ચેક કરવા માટે ગુજરાતમાંને ગુજરાતમાં જ ન રોકવામાં આવે તે માટે તેમને ખાસ પ્રકારની કૂપન કે કાર્ડ આપવાની સિસ્ટમ દાખલ કરવાની માંગણી ટ્રાન્સપોર્ટર્સ દ્વારા કરવામાં આવી રહી છે. તેમ કરવાથી તેમની ટ્રક ખોટી થશે નહીં. ઇ – વે બિલ બનાવવામાં નાની અમથી ભૂલ થઇ હોય તો પણ ઇ – વે બિલને ઇનવેલિડ ગણાવીને માલ પરના ટેક્ષની રકમ તથા માલની કિંમતમાં ૫૦ ટકાની પેનલ્ટી લગાવવામાં આવી છે. ફરજિયાત ભરવાની વિગત સિવાયની વિગતોમાં નાની અને હેરફેરમાં કોઇ જ ફરક પડે તેવી ભૂલ હોય તો પણ ઇ – વે બિલને ઇનવેલિડ ગણીને ટ્રાન્સપોર્ટર્સ પાસેથી ૩૦ લાખ જેટલી ઊંચી પેનેલ્ટી સીજીએસટીની કલમ ૧૨૯(૧)(બી)હેઠળ પડાવવામાં આવી રહી છે. ઇ – વે બિલમાં ગાડી નંબર ખોટો લખાઇ ગયો હોય તો પણ ઇ – વે બિલને ઇનવેલિડ ગણી પેનેલ્ટી કરવામાં આવી છે. માલ મંગાવનારા કંપનીનું નામ, ઇન્વોઇસ સહિતના તમામ પેપર્સ હોવા છતાં અધિકારીઓ ટસના મસ થઇને પેનેલ્ટી કરી જ રહ્યા છે.
તેથી ટ્રાન્સપોર્ટર્સની હાલાકી વધી રહી છે. જીએસટીના ઓનલાઇન કામકાજ કરનારાઓથી થઇ જતી નાની અમથી ભૂલ સુધારવા માટે કોઇ આવકાશ રાખવામાં આવ્યો ન હોવાથી વેપારીઓની હાલાકી વધી ગઇ છે. તેમની નાની ભૂલને કારણે આયાતકારોના અબજોના રિફંડ ખોરવાઇ ગયા છે. તેમની ભૂલ ઓનલાઇન ન સુધરે ત્યાં સુધી તેઓ ત્યારબાદના સમયગાળાના રિટર્ન આલમ દ્વારા કરવામાં આવી રહી છે.