ઇજિપ્તે આતંકીઓને નિશાને લીધા પણ લીબિયાએ કહ્યું; ૧ર નાગરિકોનો ભોગ લેવાયો

(એજન્સી) તા.ર
ઇજિપ્તની સેનાએ હથિયારો, વિસ્ફોટકોથી ભરેલા ત્રણ વાહનોને નિશાને લઈને ઉડાવી દીધા હતા અને દરમિયાન મોટી સંખ્યામાં આતંકીઓનાં મોત પણ થયા હતા. આ ઘટના વેસ્ટર્ન ડેઝર્ટમાં બની હતી. આ માહિતી મંગળવારે સેનાના પ્રવક્તાએ આપી હતી. કર્નલ તામેર એલ રિફાઈએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે ઇજિપ્તના પાટનગર કૈરોમાં લગભગ બે અઠવાડિયા અગાઉ કરવામાં આવેલા આતંકી હુમલામાં સંડોવાયેલા શંકાસ્પદ આતંકીઓને સેનાએ નિશાને લીધા હતા. આ હુમલામાં લગભગ ૧૬ પોલીસકર્મીઓનાં મોત થયા હતા. અલ રિફાઇએ જણાવ્યું કે કૈરોથી દક્ષિણપશ્ચિમે ૮૦ કિમીના અંતરે હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા. જોકે હજુ ત્યાંની સ્થિતિ સ્પષ્ટ થઈ શકી નથી અને મૃતાંક વિશે પણ અધૂરી જ માહિતી આપવામાં આવી છે. તદઉપરાંત લીબિયાના સાંસદો અને સેનાએ કહ્યું હતું કે ઇજિપ્તની એરફોર્સ દ્વારા જે હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા તેમાં ડઝનેક નાગરિકોનો ભોગ લેવાઈ ગયો હતો. તેમાં એક સંપૂર્ણ પરિવાર પણ વેરવિખેર થઇ ગયાનો દાવો કરવામાં આવ્યો છે. સાંસદ હમાદ અલ બંદાકે કહ્યું કે સોમવારે અલ ફતાયા જિલ્લાના દારના ખાતે ઇજિપ્તની સેનાના વિમાનોએ હવાઇ હુમલા કર્યા હતા. જેમાં એક મકાન નિશાને આવી જતાં લગભગ ૧ર નાગરિકોનાં મોત થઇ ગયા હતા. તેમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો સામેલ છે.
જોકે એક અન્ય હુમલામાં એક ખેડૂત સહિત તેનો પરિવાર પણ મોતના મુખમાં જતો રહ્યો હતો. સ્થાનિક સરકાર એટલે કે ધી શોહરા કાઉન્સિલ ઓફ દરના મુજાહિદ્દીને કહ્યું કે ઇજિપ્ત દ્વારા આ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે જેમાં નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks