National

પીએમ મોદી, રાહુલ ગાંધી રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ સહિત અન્ય રાજનેતાઓએ ઈદેમિલાદુન્નબીની શુભેચ્છાઓ પાઠવી

(એજન્સી)
નવી દિલ્હી, તા.રર
ઈદેમિલાદુન્નબી અથવા મૌલુદના પર્વની દર વર્ષ પયગમ્બર હઝરત મુહમ્મદ (સ.અ.વ.) સાહેબના જન્મદિવસના રૂપમાં શાનભેર ઉજવણી કરવામાં આવે છે. ઈસ્લામિક કેલેન્ડર અનુસાર રબીઉલ અવ્વલના ત્રીજા મહિનામાં પયગમ્બર સાહેબનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે દુનિયાભરમાં ર૦-ર૧ નવેમ્બરના રોજ પયગમ્બર હઝરત મુહમ્મદ (સ.અ.વ.) સાહેબના જન્મદિવસની શાનોશૌકતની ઉજવણી કરવામાં આવી.
ઈદેમિલાદુન્નબીના પવિત્ર અને આનંદના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને અન્ય રાજનેતાઓથી માંડીને મુંબઈ પોલીસે દુનિયાભરના તમામ મુસ્લિમોને શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ ટ્‌વીટર પર લખ્યું કે, આપણે આદરણીય પયગમ્બર હઝરત મુહમ્મદ (સ.અ.વ.) સાહેબના મહાન શિક્ષણને યાદ રાખવું જોઈએ. પયગમ્બર સાહેબે વિશ્વના તમામ લોકોને સદ્‌ભાવના, ભાઈચારા અને શાંતિનું દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. પયગમ્બર સાહેબે આપેલ શિક્ષણને અનુસરીને ચોમેરે શાંતિ ફેલાઈ એવી શુભેચ્છા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશના નાગરિકો અને વિદેશમાં વસતા તમામ ભારતીયોને શુભેચ્છા પાઠવતા ટ્‌વીટરમાં લખ્યું કે, ભારતના નાગરિકો અને વિદેશમાં વસતા ખાસ કરીને મુસ્લિમ ભાઈ-બહેનોને મિલાદુન્નબી પયગમ્બર સાહેબના જન્મદિવસની શુભેચ્છા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ લખ્યું કે, પયગમ્બર હઝરત મુહમ્મદ (સ.અ.વ.) સાહેબે સમગ્ર માનવજાતને માનવતા, દયા અને સાર્વભૌમિક ભાઈચારાનો માર્ગ ચીંધ્યો છે. ઈદેમિલાદુન્નબીના આ પાવન અવસરની તમામ મુસ્લિમ ભાઈઓને શુભેચ્છા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ દેશવાસીઓને ઈદેમિલાદની શુભેચ્છા પાઠવી હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ લખ્યું કે, પયગમ્બર સાહેબના જન્મદિવસ મિલાદુન્નબીના અવસર પર તમામ લોકોને હાર્દિક શુભકામના. તેમણે લખ્યું કે, પયગમ્બર સાહેબે પ્રેમ, માનવતા, સહિષ્ણુતા અને સાર્વભૌમિક ભાઈચારા માટે પ્રેમ અને સેવાનો જે માર્ગ ચિંધ્યો તેને અનુસરીને ખુશી-ખુશી જીવનપથ અજવાળો એવી શુભેચ્છા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    રાજકોટ પછી દિલ્હીની હોસ્પિટલ સળગી, ૭ નવજાતનાં મોત

    દિલ્હીની વિવેકવિહારમાં આવેલી ન્યુ…
    Read more
    NationalPolitics

    ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

    રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
    Read more
    National

    બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

    (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.