(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
રવિશકુમાર વિરૂદ્ધ સોશિયલ મીડિયા પર જુઠ્ઠી ખબર ફેલવી એ કોઈ નવી વાત નથી પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીના મીડિયા સેલના પ્રમુખ અમિત માલવીય પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેઓએ તેમના ટ્વીટરથી એક નકલી વીડિયો શેર કર્યો હતો જેમાં રવિશકુમાર એવું કહી રહ્યા છે કે જે એમણે કયારેય નથી કીધું. થોડા દિવસ પહેલાં જ રવિશકુમાર વિશે એક અન્ય નકલી વીડિયોમાં નરેન્દ્ર મોદી વિરૂદ્ધ આપત્તિજનક શબ્દ બોલવાનો દાવો કરવામાં આવ્યો હતો. જો કે, એમાં આવી કોઈ જ વાત ન હતી. ૬ સપ્ટેમ્બરના રોજ બેંગ્લોરમાં પત્રકાર ગૌરી લંકેશની હત્યા બાદ ૮ સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હી સ્થિત પ્રેસકલબ ઓફ ઈન્ડિયામાં પત્રકારોએ એક શોકસભા રાખી હતી. આ સભામાં રવિશકુમાર દ્વારા આપવામાં આવેલ ભાષણને વારંવાર તોડી-મરોડીને નકલી વીડિયો બનાવી શેયર કરવામાં આવી રહ્યો છે. હું તો માત્ર રેતીનો કણ છું. શું ભાજપે મારા પાછળ પાર્ટીના પદાધિકારીઓને લગાવી દીધા છે. મને તેમના લાખો કાર્યકર્તાઓની શાલીનતા અને ગરીમા પર પૂરો ભરોસો છે. અમિત માલવીયના ફેલાયેલા જૂઠના ઉશ્કેરણ પર તેઓ કયારેય નહીં આવે. જે ચૂપ રહેશે તો ભાજપ અને સંઘની જેટલી પણ વિરાસત છે તેને મારા લીધે મામૂલી બનાવી દેશે. ઈશ્વર અમિત માલવીયની પાર્ટીને દરેક મોટી જીત આપે અને મને દર વખતે એટલી જ મોટી હાર આપે જેથી હું દુનિયાને બતાવી શકુ કે સૌથી મોટી પાર્ટી મારા પાછળ પડી છે. તેમના લીધે હું હાર માંગી રહ્યો છું. દુનિયાના પહેલાં ઝીરો ટીઆરપી એન્કરથી આઈટી સેલના પ્રમુખ ગભરાઈ ગયા. આ વાતથી કે પ્રેસ કલબના મારા ભાષણને ૮૦-૯૦ લાખ અથવા એક કરોડથી વધુ લોકોએ જોયો છે. જેથી આ ભાષણને સંદિગ્ધ બનાવવા માટે તેનાથી કાપેલા એક ભાગને અમિત માલવીયએ ટ્વીટ કર્યો. રવિશકુમાર પોતાની હાર સ્વીકારે છે. માત્ર એ માટે કે મારી ધરતી પર રહેતા દુનિયાની સૌથી મોટી પાર્ટીના લાખો કાર્યકર્તાઓની શાનમાં કોઈ ખામી ન આવે. હું નથી ઈચ્છતો કે જમીન પર કાર્યકર્તાઓને અમિત માલવીય જેવાની કરતૂતોથી શર્મસાર થવું પડે.