
અમદાવાદ, તા.ર૪
ગત વર્ષે નવેમ્બરમાં રૂા.પ૦૦ અને રૂા.૧૦૦૦ની નોટને ગાયબ કરવાનો જાદુ કરવામાં આવ્યો. નોટબંધી કરીને બ્લેકમનીને સફેદ કરવામાં આવ્યું. જય શાહે જાદુથી રૂા.પ૦ હજારની કંપનીને રૂા.૮૦ હજાર કરોડ સુધી પહોંચાડી દીધી. ત્યારે ભાજપ ચૂંટણી પ્રચાર માટે જાદુગરોનો ઉપયોગ કરી રહી છે. મને વિચાર આવે છે કે, શું એક જાદુગર ઓછો પડે છે તો બીજા જાદુગર બોલાવવા પડે છે. એમ અમદાવાદના નિકોલ ખાતે સભામાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવી નરેન્દ્ર મોદી અને ભાજપને આડે હાથ લીધા હતા.
અમદાવાદના નિકોલમાં આવેલા ભક્તિ મેદાનમાં રાહુલગાંધીએ જનસભા સંબોધી હતી. સંવાદ સંબોધનમાં રાહુલે જય સરદાર, જય ભીમ અને જય ભવાનીના નારાથી શરૂઆત કરી હતી. રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર પ્રહારો કર્યા અને મોદી સરકાર દ્વારા લાગું કરવામાં આવેલા ય્જી્ને ગબ્બર સિંહ ટેક્સ કહીને મજાક ઉડાવી છે. રાહુલગાંધીએ કહ્યું કે આ ભાજપ સરકાર જાદુગરોનો મદદ લઇ રહી છે. પરંતું આ જાદુથી વિધાનસભાની ચૂંટણી નહિં જીતી શકાય. ગુજરાતમાં ૩૦ લાખથી વધારે બેરોજગારો છે. ગુજરાતમાં છેલ્લા ૨૨ વર્ષથી ભાજપ સરકારે ઉદ્યોગપતિઓને જ મદદ કરી છે.
મોદી સરકાર દ્વારા કરવામાં આવેલી અનેક યોજનાઓએ ગુજરાતની જનતાને નુકશાન પહોચાડ્યું છે. ૩૩ હજાર કરોડ નેનો પ્રોજેક્ટ પાછળ ખર્ચ કર્યા છે. જો આ ૩૩ હજાર કરોડ જો નાના ઉદ્યોગો પાછળ ખર્ચ કર્યા હોત તો નાના ઉદ્યોગોમાં પ્રગતિ દેખાઇ હોત. હું મનની વાત કરવા માટે નથી આવ્યો હું ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે તથા ખેડૂતો માટે પ્રગતી કરવા માટે આવ્યો છું. ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવાની જગ્યાએ ઉદ્યોગપતિના દેવા માફ કરવામાં આવી રહ્યા છે. અંગ્રેજોને ભારતમાંથી ભગાડનારા પણ એક ગુજરાતી ગાંધી હતા. ગુજરાતની જનતામાં શક્તિ છે. વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીને ૩ વર્ષ આપ્યા તેમનું જ સૂત્ર હતું કે મેક ઇન ઇન્ડિયા હતું પણ સમગ્ર ભારતમાં મેક ઇન ચાઇના બની ગયું છે. ભાજપ સરકારે ગુજરાતમાં છેલ્લા ૨૨ વર્ષમાં ગુજરાત સરકારે ઉદ્યોગપતિઓને જ ફાયદા કરાક પ્રવૃતિઓ કરવામાં આવી છે, જેનાથી સામાન્ય જનતાનો વિકાસ થયો નથી. વડાપ્રધાને કહ્યું હતું કે, નોટબંધીના કારણે વિદેશમાંથી બ્લેક મની આવશે અને પરંતું થયું ઉલટંુ બ્લેક મની જે લોકો પાસે હતું તેમનું બ્લેક મની ધોળું થયું છે.
આ ભાજપ સરકાર એમ કહિ રહી છે, કે મેક ઇન ઇન્ડિયાના કારણે લોકોને રોજગારી મળશે પણ કેટલા લોકોને રોજગારી મળી તે લોકો જાણે છે. ગુજરાતના માત્ર ૧૦ થી ૧૫ ઉદ્યોગપતિઓને સરકાર મદદ કરી રહી છે, નરેન્દ્ર મોદીએ યુવાનોને કહ્યું હતું કે ૧ વર્ષમાં એક કરોડ બેરોજગારોને રોજગારી આપવામાં આવશે, પરંતું રોજગારી મળી નથી. ગુજરાતમાં જો કોગ્રેસની સરકાર આવશે તો લોકોની સરકાર બનશે, એક વ્યક્તિની નહિ, કે કોઇ ઉદ્યોગપતિઓની સરકાર નહિ બને અંતે જય સરદાર અને જય ભવાનીના તથા જય ભીમના નારા લગાવ્યા બાદ સભાના સંબોધનનો અંત કર્યો હતો.