એક સાથે લોકસભા-વિધાનસભાની ચૂંટણી ભારતને નિયંત્રિત લોકશાહીમાં પરિવર્તિત કરી દેશે : આપ

(એજન્સી) નવી દિલ્હી, તા.૯
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજવાના વિચારને નકારી કાઢતા આમ આદમી પાર્ટી (આપ)એ રવિવારે કહ્યું કે, આ પ્રકારની પ્રણાલીથી ભારત એક ‘નિયંત્રિત લોકશાહી’ (મેનેજડ ડેમોક્રેસી)માં પરિવર્તિત થઈ જશે. કાયદા પંચની સમક્ષ હાજર થયેલા આશિષે પોતાને પોતાની પાર્ટીના વિચારોને બેઠકમાં રજૂ કર્યા બાદ કહ્યું, અમે એક રાષ્ટ્ર, એક ચૂંટણીના વિચારની વિરૂદ્ધમાં છીએ કારણ કે આ ભારતની સંઘીય લોકશાહીને નિયંત્રિત લોકશાહીમાં પરિવર્તિત કરી દેશે. તેમણે કહ્યું કે, લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજવા માટે ભારતીય બંધારણને વિકૃત કરીને સંપૂર્ણપણે નવેસરથી લખવામાં આવશે. જે પણ બચશે તે લોકશાહીનો દેખાડો હશે. આ બાબત આ દેશના લોકોના લોકશાહીના અધિકારોને ઓછા કરશે. આ લોકોના મત આપવાના અધિકાર અથવા સરકારને બેદખલ કરવાના અધિકારને છીનવી લેશે. આ વ્યવસ્થાથી બળ અને ઘન શક્તિનું પ્રભુત્વ વધશે.
કાયદા પંચની બેઠકમાં ભાજપાના ગેરહાજર હોવા પર નિશાન તાકતા તેમણે કહ્યું કે, આ વિચિત્ર છે કે જે પાર્ટીએ વિચાર આપ્યો છે, તે ખુદ જ આ ચર્ચામાં ગેરહાજર છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks