અમદાવાદ,તા.૪
અમદાવાદના દરિયાપુરમાં અવાર નવાર સામાન્ય બોલાચાલીમાં પણ પથ્થરમારાની ઘટનાઓ બનતી રહે છે, ત્યારે આજે વધુ એક વખત અમદાવાદના માધુપુરા વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. અમદાવાદના દરિયાપુર, માધુપુરા સહિત આસપાસના વિસ્તારો અતિસંવેદનશીલ ગણાય છે. આ ઘટનામાં મળતી માહિતી અનુસાર, અમદાવાદના માધુપુરા વિસ્તારમાં આવેલી લક્ષ્મીચંદ ઘાચીની ચાલીમાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બની હતી. આ સિવાય બંને પક્ષોએ સામ-સામે પથ્થરમારો પણ કર્યો હતો. ઘટનાની જાણ થતા DCP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને તાત્કાલિક ધોરણે સ્થિતિ વધુ બગડે તે પહેલા કાબૂમાં લીધી હતી. અમદાવાદના માધુપુરામાં એક જ કોમના બે જૂથ વચ્ચે સર્જાયેલી અથડામણમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘાયલોને સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.
Facebook
0
Twitter
0