Gujarat

વડોદરામાં ભાજપની એકતા યાત્રામાં કાર્યકરોની પાંખી હાજરી ચર્ચાનો વિષય

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૩
વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર સોમવારે નીકળેલી ભાજપની એકતાયાત્રા કાર્યકર્તાઓની પાંખી હાજરીને કારણે ચર્ચામાં રહી હતી. સાંસદની આગેવાનીમાં નીકળેલી એકતાયાત્રામાં હેલ્મેટ ફરજીયાત પહેરવાના કાયદાનું સરેઆમ ઉલ્લંઘન થયું હતું.
કેવડીયામાં સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી મોટી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવનાર છે તે પૂર્વે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઠેર-ઠેર એકતાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વડોદરામાં પણ શનિવારે પાલિકા દ્વારા એકતાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં કાર્યકરોની પાંખી હાજરીએ રાજકીય મોરચે ભારે ચર્ચા જગાવી હતી.
ત્યારે સોમવારે શહેરના વોર્ડ નંબર- ૪માં ભાજપની એકતાયાત્રા નીકળી હતી. જેમાં સાંસદ અને ભાજપાના શહેર પ્રમુખ રંજનબેન ભટ્ટ ધારાસભ્ય મનીષાબેન વકીલ અને સ્થાનિક ભાજપના કાઉન્સિલરો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જો કે, આ યાત્રામાં કાર્યકર્તાઓની પાંખી હાજરી જોવા મળી હતી. રાજ્યમાં અનેક સ્થળોએ ભાજપની એકતાયાત્રા ફલોપ સાબિત થઇ રહી છે ત્યારે વડોદરામાં વોર્ડ નંબર-૪માં નીકળેલી એકતાયાત્રા કાર્યકર્તાઓની પાંખી હાજરીને કારણે ભારે ચર્ચામાં રહી હતી.
આ સિવાય એકતાયાત્રામાં જોડાયેલા વાહનો પર બેઠેલા ભાજપના હોદ્દેદારો હેલ્મેટ વિના સવારી કરતાં નજરે પડ્યા હતા. ત્યારે શું ટ્રાફિકના નિયમો માત્ર સામાન્ય નાગરિક માટે જ બન્યો છે અને એનું પાલન કરવામાંથી રાજકીય પક્ષોને છૂટ આપવામાં આવી છે જેવા વેધક સવાલોએ શહેરમાં ભારે ચર્ચા જગાવી છે. સામાન્ય નાગરિકો પાસે કાયદાનું પાલન કરાવી છાતી ફુલાવતી પોલીસ હવે નેતાઓને દંડ ફટકારવાની હિંમત દાખવશે કે, નહિ તે જોવાનું રહ્યું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  CrimeGujarat

  સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

  પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
  Read more
  CrimeGujarat

  કટ્ટરવાદી કાજલ શિંઘાળાએ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમાજ વિશે અશોભનીય બફાટ કરતા પ્રચંડ રોષની લાગણી

  મુસ્લિમ મહિલાઓની આબરૂ તથા અસ્મિતાનું…
  Read more
  CrimeGujarat

  વિદ્યાર્થીએ ટિકિટ માંગી તો કંડક્ટરે લોહીલુહાણ કર્યોલીંબડી બસ સ્ટેન્ડમાં એસટી બસના કંડક્ટરે વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ

  વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.